રાજકોટ
News of Monday, 22nd February 2021

એટ્રોસીટીના ગુનામાં આરોપીની આગોતરા જામીન અરજી મંજુર

રાજકોટ,તા. ૨૨: એટ્રોસીટીના ગુન્હામાં આગોતરા જામીન અરજી સેશન્સ અદાલતે મંજુર કરી હતી.

આ ફરીયાદની હકીકત એવી છે કે, ફરીયાદી લોઠડા ગામના કંચનબેન ભરતભાઇ પરમાર તા. ૨૭/૧/૨૦૨૧ના રોજ સાંજના સાડા સાતેક વાગ્યે ફરીયાદ તથા તેના જેઠાણી મધુબેન તથા ઘરડા સાસુ નાનુબેન ઘરે હતાફ ત્યારે તેનાથી થોડે દૂર રહેતા મુન્નાભાઇ ખીમભાઇ બાવળીયા જાતે કોળી અમારા ઘર પાસે આવેલ અને આ મુન્નાભાઇએ એક ઇંટ ઉપાડી અમો ફરીયાદીને મારતા અમોને છાતીના ભાગે મુંઢ ઇજા થયેલ હતી અને તેઓ અમોને જેમ -તેમ ગાળો કાઢવા લાગેલ આ દરમ્યાન મારા પતિ તથા મારા સસરા વિગેરે આવી જતા અમોને અમારા ઘરે લઇ ગયેલ બાદ ત્યાંથી અહીં પોલીસ સ્ટેશન ફરીયાદ કરવા આવેલ છીએ તો આ મુન્નાભાઇએ અમોને જ્ઞાતી પ્રત્યે હડધુત કરી ગાળો કાઢી અનેક ઇટ વતી છાતીના ભાગે મુંઢ ઇજા કરેલ હોય તેના સામે કાયદેસર થવા મારી ફરીયાદ છે. આ બાબતની ફરીયાદ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે ઇન્ડીયન પીનલ કોડ કલમ ૩૨૩ તથા એટ્રોસીટી એકટ કલમ -૩ (૧) (R), ૩ (૧) (s), ૩ (૨) (VA) મુજબ ફરીયાદ લોઠડા ગામના કંચનબેન ભરતભાઇ પરમાર કરેલ હતી.

આ કામે મુન્નાભાઇ ઉર્ફે મુકેશ ખીમજીભાઇ બાવરીયાએ તેના વકીલશ્રી રાજેશ કનુભાઇ ધ્રુવ મારફત રાજકોટ સેસન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી કરેલ વકીલશ્રી રાજેશ કનુભાઇ ધ્રુવએ દલીલો કરેલ તથા સરકારી વકીલશ્રીની દલીલો કરેલ તથા ફરીયાદી પોતે કોર્ટમાં હાજર રહેલા તેમાં નામદાર સેસન્સ કોર્ટે મુન્નાભાઇ ઉર્ફે મુકેશ ખીમજીભાઇ બાવરીયાના વકીલશ્રીની દલીલો માન્ય રાખી આગોતરા જામીન અરવી મંજુર કરેલ હતી.

આ કામે મુન્નાભાઇ ઉર્ફે મુકેશ ખીમજીભાઇ બાવરીયા વતી રાજેશ કનુભાઇ ધ્રુવ, ભૂમિકા એચ. ગેજરા, અંજુમ દોઢિયા, પ્રગતિ માંકડીયા, હિરેન પંડ્યા, પુજા જાંબુડીયા, નીરજ સોલંકી, અમીત કોઠારી, એડવોકેટ તરીકે રોકાયેલ હતા. એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(4:42 pm IST)