રાજકોટ
News of Monday, 22nd February 2021

રાજકોટમાં બપોર સુધીમાં ૧૭ કેસ

આજે શહેર - જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન એકેય મુત્યુ નહિ : શહેરમાં આજ દિન સુધીમાં કુલ કેસનો આંક ૧૫,૮૬૯ પહોંચ્યોઃ ૧૫,૬૧૦ લોકો સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૪૭ ટકા

રાજકોટ, તા.૨૨:  વૈશ્વિક મહામારી કોરોનાની સારવાર દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં એક પણ મૃત્યુ થયું નથી. જયારે શહેરમાં બપોર સુધીમાં ૧૭ કેસ નોંધાયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૭  નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૧૫,૮૬૯ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી  ૧૫,૬૧૦ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા  ૯૮.૪૭ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ  ૯૧૮ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧૬  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૭૪ ટકા થયો  હતો. જયારે ૨૯ દર્દીઓે સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૫,૮૮,,૮૩૪ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૫,૮૬૯  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૬૯  ટકા થયો છે.

(3:55 pm IST)