રાજકોટ
News of Monday, 22nd February 2021

રાજકોટ જીલ્લાના ગંભીર ગૂન્હાના ૧૦૪ આરોપીઓને સી.આર.પી.સી. ૮ર મુજબ ફરાર જાહેર કરાયા

ફરાર આરોપીઓ હાજર ન થાય તો સી.આર.પી.સી.કલમ ૮૩ મુજબ મિલ્કત જપ્તીની કાર્યવાહી કરાશે

રાજકોટ તા. ર૦ : રાજકોટ જીલ્લાના ગંભીર ગુન્હામાં નાસતા ફરતા ૧૦૪ આરોપીઓને સી.આર.પી.સીની કલમ ૮ર મુજબ ફરાર જાહેર કરાયા છે. આ આરોપીએ હાજર ન થાય તો કલમ ૮૩ મુજમ તેની મિલ્કત જપ્ત કરવાની કાર્યવાહી કરાશે.

રૂરલ એસ.પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ રૂરલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ.એ.બાર. ગોહિલ પી.એસ.આઇ વી.એમ.કોલદરા, તથા રૂરલ એસ.ઓ.જીના પી.એસ.આઇ. એચ.એમ. રાણા સહિતની ટીમે જીલ્લામાં ગંભીર ગુન્હામાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા તેઓના સી.આર.પી.સી.કલમ ૭૦ મુજબના વોરંટ મેળવી પકડી પાડવા કાર્યવાહી કરી હતી પરંતુ ખૂન-ખૂનની કોશિષ બેન્ક, ધાડ તથા મારામારી જેવા ગંભીર ગુન્હામાં સંડોવાયેલ આ આરોપીઓ મળી આવતા ન હોય અને નાસતા ફરતા હોય જીલ્લાના અલગ અલગ પોલીસ મથકોના હકુમત વિસ્તારની નામદાર કોર્ટોમાંથી કુલ ૧૪૪ આરોપીઓના સી.આર.પી.સી. કલમ ૮ર મુજબ ફરારી જાહેરનામા મેળવેલ છે જેમાં ગોંડલ સીટી પોલીસ મથકના ર૪, ગોંડલ તાલુકા પોલીસ મથકના ર૦, વિંછીયા ૪, પડધરી-૧૬, જેતપુર સીટી-૩, ધોરાજી ૭, ઉપલેટા ૪, પાટણવાવ ૧, ભાયાવદર-ર, આટકોટ-૧ તથા કોટડાસાંગાણી પોલીસ મથકના રપ મળી કુલ ૧૦૪ આરોપીઓનો સમાવેશ થાયછે.

ફરારી જાહેર થયેલ આ આરોપીઓ પકડાશે નહિ અથવા જે-તે પોલીસ મથકમાં હાજર નહી થાય તો આ આરોપીઓ વિરૂદ્ધ સી.આર.પી.સી. કલમ ૮૩ મુજબ તેઓની મિલ્કત જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે તેમ રૂરલ એસ.પી. બદલરામ મીણાએ જણાવ્યું છે.

(2:52 pm IST)