News of Wednesday, 8th April 2020
કલેકટર દ્વારા કોરોના આઇસોલેશન વોર્ડ હોસ્પીટલ માટે ખાસ કમીટી ઉભી કરાઇ
રાજય સરકારની સીધી સૂચના બાદ રાજકોટ કલેકટર શ્રી રેમ્યા મોહને કોરોના આઇસોલેશન વોર્ડ-સુપર સ્પેશ્યાલીટી હોસ્પીટલ-ક્રાઇસ હોસ્પીટલનો ખાસ વોર્ડ તથા અન્ય હોસ્પીટલમાં ઉભા કરાયેલ આઇસોલેશન વોર્ડ-હોસ્પીટલ માટે મોડી રાત્રે ૪ અધીકારીઓની ખાસ કમીટી બનાવીઃ જેમાં DRDA ના ડાયરેકટર શ્રી જે. કે. પટેલ, જીલ્લા આરોગ્ય અધીકારી ડો. મીતેશ ભંડેરી-શ્રી શીયાણી-જી.પી.સી.બી.ના અધીકારી લેવાયાઃ આ કમીટી હોસ્પીટલમાં સુવિધા-ખુટતા સાધનો-દવા-બધું મોનીટરીંગ કરશે. દરરોજ કલેકટરને રીપોર્ટ આપશે.
(11:49 am IST)