રાજકોટ
News of Thursday, 26th March 2020

યુનિવર્સિટી રોડ તથા સાધુ વાસવાણી રોડ પર 'ફેશન પરેડ'માં નિકળેલાઓના 'સીન' વિખતી પોલીસ

રાજકોટઃ વિશ્વભરમાં નોવેલ કોરોના વાઇરસને વર્લ્ડહેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કર્યા બાદ દેશભરમાં ર૧ દિવસ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે લોકોને પોતાના ઘરની બહાર ન નિકળવા અને દુકાનો, હોટલ બંધ રાખવા અને એકથી વધુ લોકોને અકઠા ન થવા માટે જાહેરનામું બહાર પાડયું હતું અને જો કોઇ લટાર મારતા કે એકઠા થયેલા જોવામાં આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને શહેરમાં પોલીસ દ્વારા કડક પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે. તેમ છતાં યુનિવર્સિટી રોડ પર મુંજકા ગામ જવાના રસ્તા પર અને સાધુવાસવાણી રોડ પર લટાર મારતા અને ઘરની બહાર આંટા મારતા લોકોને પોલીસે પકડીને કાયદાનું ભાન કરાવ્યું હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:13 pm IST)