રાજકોટ
News of Wednesday, 25th March 2020

રાજકોટવાસીઑ માં ફરી વળ્યુ ચિંતાનું મોજું : રાજકોટમાં વધુ એક શખ્શનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો : હવે શહેરમાં કુલ 4 વ્યક્તિ કોરોના પોઝિટિવ નોંધાયા : ગુજરાતમાં કુલ ૪૭ કોરોના પોઝીટીવ કેસ

ગઇકાલે જેમને કોરોના પોઝીટીવ આવેલ  તે વૃદ્ધાના પુત્રનો ટેસ્ટ આજે પોઝીટીવ આવ્યોઃ કુલ ર૧ શંકાસ્પદ કેસો હતા. તેમાંથી ૧૧ના નેગેટીવ ટેસ્ટ આવ્યા છે. હવે સિવિલ હોસ્પીટલમાં ૧૦ કેસો રહ્યા છે. જેમાંથી ૪ પોઝીટીવ આવતા હવે સિવિલમાં ઉભી કરાયેલ ખાસ ર૦૦ બેડની કોરોના હોસ્પિટલમાં ૭ શંકાસ્પદ અને ૪ કન્ફર્મ પોઝીટીવ કેસો સારવાર હેઠળ છે.એકપણની સ્થિતિ ગંભીર નથીઃ આ માતા-પુત્ર જાગનાથ પ્લોટમાં રહે છે. જયાંની ત્રણે શેરી સીલ કરેલ છે.

(6:36 pm IST)