રાજકોટ
News of Wednesday, 25th March 2020

રાજકોટ જિલ્લા બેંક સહિત સહકારી તમામ ચૂંટણીઓ મોકુફ

રાજકોટ, તા. રપ : રાજય સરકારે કોરોનાની પરિસ્થિતિ સંદર્ભે સહકારી ક્ષેત્રની તમામ ચૂંટણી પ્રક્રિયા જે સ્તરે હોય તે જ સ્તરે અટકાવી દેવા લેખિત આદેશ કર્યો છે.

રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણી પ્રક્રિયા જાહેર થઇ ગયેલ. તા. ૩૦થી ફોર્મ ભરવાની મુદ્દત હતી. તા. ર૦ એપ્રિલે મતદાન થનાર હતું. સરકારના આદેશના પગલે આ ચૂંટણી પ્રક્રિયા સ્થગિત થઇ ગઇ છે. પરિસ્થિતિ થાળે પડયા બાદ નવો ચૂંટણી કાર્યક્રમ જાહેર થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા સહકારી બેંકની શાસક પાખની મુદ્દત ર૮ એપ્રિલે પૂરી થાય છે. ત્યાં સુધીમાં ચૂંટણી શકય નથી તેથી નવી ચૂંટણી સુધી બેંકનું વર્તમાન સંચાલક મંડળ યથાવત રહેશે તેમ સરકારના પરિપત્રથી સ્પષ્ટ થતું હોવાનું સહકારી ક્ષેત્રના વર્તુળો જણાવે છે.

(4:16 pm IST)