રાજકોટ
News of Wednesday, 25th March 2020

શહેર-જીલ્લામાં તંગી સર્જાતા..સેનેટાઇઝર ધડાધડ ઉત્પાદન કરાવવા પાંચ કંપનીને ફટાફટ મંજૂરી...

રાજકોટ તા. રપ :.. રાજકોટ શહેર - જીલ્લામાં  હવે સેનેટાઇઝરની તંગી સર્જાતા તાકીદે સેનેટાઇઝર ઉત્પાદન કરાવવા પાંચ કંપનીને કલેકટર તંત્ર દ્વારા મંજૂરી આપી દેવાઇ છે, અને રાઉન્ડ ધ કલોક કામગીરી કરવા આદેશો કર્યા છે.

આ કંપનીઓમાં જીસાન હર્બલ - હરિપાળ (પાળ), શ્રી જય બાલાજી પ્લાસ્ટીક - ક્રિષ્ના પાર્ક હોસ્પીટલ, કોઠારીયા, હાઇલૂપ લોજીસ્ટીક પ્રા. લી. -આણંદપર નવાગામ, બ્યુટી બેલ્ઝ હેલ્થ એન્ડ બ્યુટી કેર - બામણબોર, મહેતા યુનાની ફાર્મસી -રાજકોટનો સમાવેશ થાય છે.

(3:44 pm IST)