રાજકોટ
News of Wednesday, 25th March 2020

લોકડાઉનથી પ્રદૂષણ ડાઉન : વાતાવરણ ૭૦% શુધ્ધ

રેસકોર્ષ, ગ્રીનલેન્ડ ચોકડી, માધાપર ચોકડી, હોસ્પિટલ ચોક, ગોંડલ ચોકડી જેવા સ્થળોએ સામાન્ય દિવસોમાં પ્રદૂષણની માત્રા ૧૦૦ થી ૧૨૫ એકયુઆઇ નોંધાતી હતી ત્યાં આજે ૧૩ થી ૭૬ એકયુઆઇ જેટલું પ્રદૂષણ નોંધાયેલ : લોકડાઉન વાહનો ફેકટરી - કારખાનાઓનું પ્રદૂષણ અટકયું

રાજકોટ તા. ૨૫ : કોરોના સંક્રમણ રોકવા સરકારે કરેલા લોકડાઉનનો મોટો ફાયદો વાતાવરણ શુધ્ધીનો થયો છે. કેમકે વાહનો, કારખાનાઓને કારણે ફેલાતુ હવાનું પ્રદૂષણ અત્યંત ઓછું થયું છે અને વાતાવરણમાં ૭૦ ટકા જેટલી શુધ્ધી નોંધાઇ છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ જાહેર સ્થળોએ મુકાયેલા પ્રદૂષણ માપતા સેન્ટરોમાં નોંધાયેલ વિગતો મુજબ લોકડાઉનની સ્થિતિમાં છેલ્લા ત્રણ - ચાર દિવસથી પ્રદૂષણની માત્રામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે.

શહેરની મધ્યે રેસકોર્ષ, હોસ્પિટલ ચોક તેમજ શહેરના પ્રવેશદ્વાર સમા ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ રોડ ચોકડી, માધાપર ચોકડી વગેરે સ્થળોએ સામાન્ય દિવસોમાં પ્રદૂષણની માત્રા ૧૦૦ થી ૧૨૫ એકયુઆઇ જેટલી નોંધાતી હતી ત્યાં આજે બપોરે માત્રા ૧૩ થી ૭૬ ટકા એકયુઆઇ જેટલુ પ્રદૂષણ નોંધાયેલ.

આમ, શહેરમાં લોકડાઉનની સ્થિતિમાં પ્રદૂષણ ફેલાતુ અટકયું છે અને વાતાવરણમાં ૭૦ ટકા જેટલી શુધ્ધીનો ફાયદો થયાનું નોંધાયું છે.(૨૧.૨૮)

રાજકોટમાં પ્રદુષણની માત્રા

રાજકોટઃ શહેરનાં વિવિધ વિસ્તારમાં મ્યુ. કોર્પોરેશનનાં સેન્સરમાં આજે બપોરનાં ૨ વાગ્યા સુધી નોંધાયેેલ એકયુઆર આ મુજબ છે.

વિસ્તાર                      

એકયુઆર

રેસકોર્ષ

૨૪

માધાપર ચોકડી

૫૬

આજી ડેમ ચોકડી

૨૫

ગ્રીનલેન્ડ ચોકડી

૫૬

ઇસ્ટ ઝોન મ્યુ.કોર્પોરેશન

૨૪

મહિલા કોલેજ ચોક

૨૪

હોસ્પિટલ ચોક

૨૫

જડ્ડુસ- કાલાવડ રોડ

૫૬

ત્રીકોણ બાગ

૫૬

નાનામવા

૮૪

સોરઠીયા વાડી

૨૩

(3:38 pm IST)