રાજકોટ
News of Wednesday, 25th March 2020

ખોરાણામાં ઝેરી જનાવર કરડતા ધુસાભાઇ અને મીલપરામાં કિષ્નાનુ બેભાન હાલતમાં મોત

રાજકોટ,તા.૨૫ : કુવાડવા પાસે ખોરાણા ગામમાં રહેતા પટેલ વૃધ્ધાને ઝેરી જનાવર કરડતા તેનું સારવાર દરમ્યાન મોત નિપ્જયુ હતું.

મળતી વિગત મુજબ ખોરણા ગામમાં રહેતા ધુસાભાઇ પપ્પુભાઇ ઉંઘાડ (ઉ.વ.૬૫) ગઇકાલે પોતાની વાડીએ હતા ત્યારે ઝેરી જનાવર કરડતા તેને સારવાર માટે સણોસરા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલસી મથકના એએસઆઇ ફતેહસિંહ સોલંકીએ કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા બનાવમાં મીલપરા શેરીનં. ૫માં રહેતી કિષ્ના નરેશભાઇ ચૌહણ (ઉ.વ.૧૫) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે તે અચાનક બેભાન થઇ જતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. આ અંગે ભકિતનગર પોલીસ મથકના પીએસઆઇ એ.વી. પીપરોતરે તપાસ હાથધરી છે.

બેભાન થઇ જતા કિશોરભાઇ નું મોત

કોટડા સાંગાણીના અરોડાઇ ગામમાં રહેતા કિશોરભાઇ દેવરાજભાઇ ગજેરા (ઉ.વ.૫૦) રાત્રે પોતાના ઘરે હતા ત્યારે એકાએક બેભાન થઇ જતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવા હતી ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. આ અંગે કોટડા સાંગાણી પોલીસ તપાસ આદરી છે.

(3:26 pm IST)