રાજકોટ
News of Wednesday, 25th March 2020

રાજકોટ જીલ્લામાં લોકડાઉન જાહેરનામાનો ભંગ કરનાર રર વ્યકિતઓ સામે કાર્યવાહી

જેતપુર સીટી તાલુકામાં ૧ર, શાપર પ, ઉપલેટા-૧, ગોંડલ સીટી અને તાલુકામાં ૪ ગુન્હાઓ નોંધાયાઃ અગત્યના કામ સિવાય કોઇ બહાર નીકળશે તો પોલીસ કાર્યવાહીઃ એસ.પી. બલરામ મીણા

રાજકોટ તા. રપ :.. નોવેલ કોરોના વાયરસ સંકમણને અટકાવવા સરકારે લોકડાઉન જાહેર કરેલ છે. તેમ છતાં જીલ્લામાં અનેક દુકાનદારો લોકડાઉન જાહેરનામાનો ભંગ કરી રહ્યા હોય જીલ્લાના અલગ-અલગ પોલીસ મથકોમાં રર વ્યકિતઓ સામે ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા છે.

નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરેલ હોય જે સબંધે તકેદારીના ભાગરૂપે અને નોવેલ કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા સારૂ જીલ્લા મેજીસ્ટ્રેટ રાજકોટ તરફથી તકેદારીના ભાગરૂપે જાહેર જગ્યા તથા ખાનગી સ્થળોએ વધારે સમુહમાં માણસો એકઠા નહીં થવા સબંધે તા. ૧૯-૩-ર૦ર૦ થી જાહેરનામુ પ્રસિધ્ધ કરેલ હોય. તેમ છતાં રાજકોટ જીલ્લાના વિસ્તારોમાં દુકાનો તથા રેસ્ટોરન્ટ તથા ગેસ્ટ હાઉસ ખુલ્લા રાખી માણસોના સમુહને એકઠો કરી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાજકોટના જાહેરનામાનો ભંગ કરે છે.

ગત રાત્રીના ૧ર વાગ્યાથી તા. ૧પ-૪-ર૦ર૦ સુધી સમગ્ર ભારત દેશમાં લોક ડાઉન જાહેર કરવામાં આવેલ છે. તો તમામ પબ્લીક પોતાના ઘરમાં રહે અને અગત્યના કામ સિવાય કોઇ ઘરથી બહાર નહિ નીકળે. અને જો કોઇ બીનજરૂરી બહાર નીકળશે. તેમજ કોઇ જીવન જરૂરીયાત સિવાયના કોઇ વ્યવસાય ધંધા ધરાવતી વ્યકિત પોતાનો વ્યવસાય (ધંધો) ચાલુ રાખી ખોલી અને ભીડ એકઠી કરશે તો તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ એસ. પી. બલરામ મીણાએ જણાવ્યું હતું.

ગઇકાલે લોકડાઉન જાહેરનામાનો ભંગ કરવા બદલ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન ૬, જેતપુર સીટી પોલીસ સ્ટેશન ૬, શાપર પોલીસ સ્ટેશન પ, ઉપલેટા પોલીસ સ્ટેશન ૧, ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ર, તથા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ર મળી કુલ રર ગુન્હાઓ દાખલ કરવામાં આવ્યા છે.

જેતપુર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં જાહેરનામાનો ભંગ કરનાર કિશોર મોહનભાઇ સરવૈયા રહે. ડેડરવાગામ, જયેશ ભીખાભાઇ સોલંકી રહે. બાવાપીપળીયા, દીનેશ મનુભાઇ વાઢેર, રે. ચારણીયા, રોહીત જાદવભાઇ બોરડ રે. ચારણીયા, રમેશ ભીમજીભાઇ ગોંડલીયા રહે. દેરડી તથા સુરેશ મોહનભાઇ કોરાટ રહે. દેરડી, સામે ગુન્હો દાખલ કરી ધરપકડ કરાઇ હતી.

(1:13 pm IST)