રાજકોટ
News of Wednesday, 25th March 2020

ડીસ્ટન્સ રાખવાની ઐસી કી તૈસી કરી...લોકડાઉન જાહેર થતા જ લોકો અનાજ-કરીયાણુ-દવાઓ ખરીદવા પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે રાત્રે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યા બાદ લોકોમાં ધ્રાસ્કો પડી ગયો હતો અને ૨૧ દિવસ કોઈ વસ્તુ નહિ મળે તેવી દહેશતને પગલે લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા દોડધામ કરતા જોવા મળ્યા હતા. સરકારે એકબીજાથી ડીસ્ટન્સ રાખવા અને ભીડથી દૂર રહેવા સૂચના આપી હોવા છતા ડરના માર્યા લોકો ખરીદી માટે ઉમટી પડયા હતા. તસ્વીરમાં એક અનાજની કરીયાણાની દુકાન પર અનાજ ખરીદવા લાગેલી લાઈન તથા સાર્વજનિક મેડીકલ સ્ટોર સુવિધામાં લોકો દવા ખરીદવા ઉમટી પડયા હતા તે દેખાય છે. સરકારે કહ્યુ છે કે કોઈ ચીજવસ્તુની અછત નહિ થાય છતા લોકો દહેશતના માર્યા રાત્રે જ દોડધામ કરતા નજરે પડયા હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(10:53 am IST)