રાજકોટ
News of Thursday, 13th February 2020

૧૪ લાખની લોન ભરવાના મુદ્દે મૃતકના વારસદારની બજાજ વિમા કંપની સામે ફરિયાદ

રાજકોટ તા. ૧૩: રાજકોટના નવલનગર વિસ્તારના વિનાયક નગર-૧૮ માં રહેતા રવીભાઇ રાજદેવભાઇ ખારવાએ રાજકોટની ગ્રાહક સુરક્ષા કોર્ટમાં તેમના પિતાશ્રીએ લીધેલ લોન રૂ. ૧૪,૪૬,૦૦૦/- ભરપાઇ કરવા બજાજ એલીયાન્જ લાઇફ ઇન્સયોરન્સ કંપની લી. ઉપર ફરીયાદ કરેલી છે.

આ અંગે વિગત એવી છે કે ફરીયાદ કરનારના પિતા રાજદેવભાઇ રામસીંગભાઇ ખારવાએ એપ્રિલ-ર૦૧૯માં પોતાના મકાન ઉપર બજાજ હાઉસીંગ ફાઇનાન્સ લીમીટે માંથી રૂ. ૧૪,૪૬,૦૦૦/-ની લોન લીધેલી હતી અને તે લોનનો વીમો બજાજ એલીયાન્ઝ લાઇફ ઇન્સયોરન્સ કંપની માંથી રૂ. ૬૦,૦૦૦/- પ્રિમીયમ ભરી લીધેલો હતો. આમ ગુજરનારે મૃત્યુ થતા સુધી લોનના રેગ્યુલર હપ્તા ભરપાઇ કરેલા હતા.

પરંતુ લોન લેનાર રાજદેવભાઇનું તા. ૯-૧૦-ર૦૧૯ના રોજ અવસાન થતા તેમના વારસદાર રવી ભાઇએ વીમા કંપનીને રૂબરૂ જાણ કરેલી કે અમોના પિતાશ્રીનું મૃત્યુ થયેલું છે અને આ લોનનો વિમો આપની કંપનીમાંથી લીધેલ હોય જેથી આ લોન ભરવાની જવાબદારી વીમા કંપનીની હોય છે. પરંતુ વીમા કંપનીએ મૌખીક જણાવેલ કે તે લોન વારસદારને ભરવી પડશે. આમ આવો જવાબ આપતા અરજદારએ લોનની રકમ ભરપાઇ કરવા અંગે તેમના વકીલ મારફત કાનુની નોટીસ મોકલાવેલી આમ છતાં કોઇ કાર્યવાહી ન કરતા અંતે ગુજરનારના વારસદાર રવીભાઇ રાજદેવભાઇ ખારવા એ રાજકોટની ગ્રાહક સુરક્ષા કોર્ટમાં બજાજ એલીયાન્ઝ લાઇફ ઇન્સયોરન્સ કંપની લીમીટેડ અને બજાજ હાઉસીંગ ફાઇનાન્સ લીમીટેડ ઉપર ફરીયાદ કરેલી છે. આ કામમાં ફરીયાદ કરનાર તરફે રાજકોટના વકીલ શ્રી અતુલ સી. ફળદુ તથા શ્રી કૌશીક આર. ભંડેરી રોકાયેલ છે.

(4:30 pm IST)