રાજકોટ
News of Monday, 2nd December 2019

૧ર જાન્યુઆરીએ રાજકોટમાં પતંગ મહોત્સવ

૯મીએ જેતપુરમાં: પ રાજય-૧ર દેશોના પતંગબાજો રાજકોટ આવશે

રાજકોટ તા.ર : આગામી ૧ર જાન્યુઆરીએ રાજકોટના ઇશ્વરીયા પાર્ક પિકનીક પોઇન્ટ ખાતે પતંગ મહોત્સ્વ યોજાશે, અને ૯મીએ જેતપુર ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરાયુ છે.

જયારે રાજયકક્ષાનો પતંગ મહોત્સવ મહેસાણા ખાતે યોજવાનું ફાઇનલ કરાયું છે.

રાજકોટ-જેતપુરના પતંગ મહોત્સવમાં પોલેન્ડ, ઇન્ડોનેશીયા, ફ્રાન્સ, જર્મની સહિત ૧ર દેશ અને ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉતરપ્રદેશના પતંગ બાજો આવશે તેમ કલેકટર કચેરીના સુત્રો ઉમેરી રહ્યા છે.

(3:36 pm IST)