રાજકોટ
News of Monday, 2nd December 2019

આઠ વર્ષની બાળકી ઉપરના દુષ્કર્મના મામલે વકીલો દ્વારા સુત્રોચ્ચારઃ ઘટનાને વખોડી કાઢતું બાર એસો

આરોપીનો કેસ વકીલો લડશે નહિઃ હૈદ્રાબાદની ઘટનાને પણ વખોડી કાઢી

રાજકોટઃ આઠ વર્ષની બાળકી ઉપરના દુષ્કર્મની ઘટનાનાં મામલે આજે વકીલોએ સુત્રોચ્ચાર-બેનરો સાથે વિરોધ કર્યો હતો. તસ્વીરમાં બાર, એસો.ના પ્રમુખ બકુલભાઇ અજાસી, બાર.કાઉ.ઓફ ઇન્ડિયાના અજય દિનેશભાઇ પટેલ સહિતના વકીલો વિરોધ કરતા દર્શાય છે(તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૨૩.૨૨)

રાજકોટ, તા.૨: રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ શ્રી બકુલભાઇ રાજાણીની સુચના મુજબ આ સરકયુલર ઠરાવ કરી ઠરાવેલ છે. ગત તા.૨૮-૧૧-૨૦૧૯ના રોજ રાત્રીના હરદેવ નાથાબાવા નામના આરોપીએ ૮ વર્ષની બાળકી ઉપર રેપ કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય આ આરોપીને પોલીસે પકડી પાડેલ છે. આ સમગ્ર ઘટનાને હળવાશથી ન લઇ અને તેની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ બાર એસોસીએશનની કારોબારી કમીટી આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને આ સરકયુલર ઠરાવથી ઠરાવે છે કે આરોપી હરદેવ નાથાબાવા ના બચાવ માટે રાજકોટ શહેરના વકીલોએ આરોપીના બચાવ પક્ષે વકીલ તરીકે રોકાવુ નહી તેવુ સર્વાનુમતે આ કમીટી આ સરકયુલર ઠરાવે છે. આજે પ્રમુખ બકુલ રાજાણીની આગેવાની હેઠળ વકીલોએ સિવિલ કોર્ટ બહાર સૂત્રોચ્ચાર કરી બનાવને વખોડી કાઢેલ હતો.

વધુમાં હૈદરાબાદમાં બનેલ લેડીઝ ડોકટરની રેપ કરી હત્યા કરી સળગાવી દેવાની હીચકારી ઘટના તથા ગુરૂવારના રોજ રાજકોટમાં બનેલ બનાવના વિરોધમાં તા.૨-૧૨-૨૦૧૯ના રોજ બપોરે ૧૨ કલાકે રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ શ્રી બકુલભાઇ રાજાણીની આગેવાની હેઠળ વકીલો સુત્રોચર કરી આ બંને બનાવના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરશે તેવુ પણ ઠરાવવામાં આવે છે તથા રાજકોટમાં બનેલ ૮ વર્ષની બાળકી પર થયેલ રેપની ઘટનાના વિરોધમાં રાજકોટ બાર એસોસીએશન રાજકોટના ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબશ્રીને એવી માગણી કરે છે કે આરોપી હરદેવ નાથાબાવા સામેનો કેસ ફાર્સ્ટ ટ્રેક કોર્ટમાં ડે ટુ ડે ચાલે તેવી રાજકોટ બાર એસોસીએશન માંગણી કરે છે.

આ સરકયુલર ઠરાવને રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બકુલભાઇ રાજાણી, ઉપપ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા સેક્રેટરી ડો. જીજ્ઞેશભાઇ જોષી, જોઇન્ટ સેક્રેટરી નિલેશભાઇ પટેલ, ટ્રેઝરર અમિતભાઇ ભગત, લાયબ્રેરી સેક્રેટરી મોનીશભાઇ જોશી તથા કારોબારી સભ્ય સર્વે નીશાતભાઇ જોશી, સુમીતભાઇ વોરા, જીતેન્દ્રભાઇ પારેખ, મનીષભાઇ આચાર્ય પંકજભાઇ દોગા, રેખાબેન પટેલ, સંદીપભાઇ જોશી, રીતેશભાઇ ટોપીયા, સંજયભાઇ પંડયા, રાજેશભાઇ ચાવડાએ સમર્થન આપેલ છે અને આ વિરોધ ના કાર્યક્રમમા સોહીલ સમા, હેમલ ગોહીલ, ડી.ડી.પરમાર, વિક્રમ જોષી, કરૂનાલ દવે, રશ્મીબેન જોશી, મીનાક્ષી દવે, મુકતાબેન બલદાણીયા, અજુબેન ચૌહાણ, વંદનાબેન પોપટ, જાગૃતીબેન કેલૈયા, નયનાબેન રાઠોડ, ગીતાબેન ચાવડા, કાશ્મીરાબેન  ત્રીવેદી, હીતેષ પંડયા, જયેશ બોઘરા, ગીરીરાજસિંહ જાડેજા, હુસેન હેરજા, શકિતસિંહ ગોહીલ, આનંદ સદાવતી, તુષાર બસલાણી, જે.એફરાણા, ધવલ મહેતા, કુલદિપસિંહ જાડેજા, રાજ ડી.રતનપરા, શરદ મહેતા, જીક્ષેસ સભાડ, કે.સી. ભટ્ટ, નીરવ પંડયા, મેઘરાજસિંહ ચુડાસમા, હીતેશ ભાયાણી, પ્રકાશ ગોહીલ, આસીફ ચૌહાણ, હાપલીયા, જગદીશભાઇ ચોટલીયા વગેરે હાજર રહેલ હતા.(૨૩.૨૨)

(3:44 pm IST)