રાજકોટ
News of Tuesday, 13th August 2019

ભારત સેવક સમાજના સ્થાપના દિવસે યુવા મિલન : સાંપ્રત મુદ્દાઓ પર વિચારો રજૂ

રાજકોટ તા.૧૩ : દેશનાં ભૂતપૂર્વ વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા સ્થાપિત અગ્રણી સામાજિક સંસ્થા ભારત સેવક સમાજનાં ૬૭માં સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે યોજાયેલ કાર્યક્રમોની સૃંખલાનો ભાગરૂપે યુથ ફોર ડેમોકેમીનાં ઉપક્રમે ભારત સેવક સમાજ ખાતે  'યૌવન વીઝે પાંખ', યુવા મિલન (યુથ મીટ) કાર્યક્રમ યોજાયો હતો.

જેમા ઉપસ્થિત શાળા કોલેજોના યુવા પ્રતિનિધિઓએ જમ્મુ- કાશમીર માટે બંધારણની ૩૭૦ની કલમ ૨દ કરવાના મોદી સરકારના પગલા અંગે, મુસ્લીમ મહિલાઓનાં ત્રણ તલાકનાં પ્રસ્નો અંગે તેમજ યુવાનોએ આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ અને પોતાનો રાહ પોતે જ નક્કી કરવો જોઈએ. તે માટેના વિવિધ દૃષ્ટિકોણ ઉપર પોતાના વિચારો રજુ કર્યા હતા.

શરૂઆતમાં યુથ ફોર ડેમોક્રેસીનાં પ્રમુખ એડવોકેટ  હિંમતભાઈ લાબડીયાએ યુથ મીટ અંગેના કાર્યક્રમો અંગે સવિસ્તાર માહિતી આપી હતી.

અનેક યુવક પ્રવૃત્તિનાં પ્રણેતા અને સમાજ સેવા સંગઠક યશવંતભાઈ જનાણીએ યુવા મિત્રો પાસે ચર્ચાનો દોર ખુલો મુકયો હતો.

સૌ.યુનિ.ના  રાષ્ટ્રીય સેવા યોજનાનાં પૂર્વનિયામક પ્રા .જે .એમ. પનારાએ શિસ્તબધ્ધ, જવાબદાર નાગરિક સમાજની રચના કરવા યુવાનોને આગળ આવવા આહવાનું કર્યું હતું. કણસાગરા કોલેજનાં પ્રાધ્યાપક યશવંત ગૌસ્વામી રાષ્ટ્રીય સેવા યોજનાની આલોચના કરી હતી. સ્ટેટ યુથ કાઉન્સિલના મેનેજીંગ  ટ્રસ્ટી રાજે શભાઈ ઘોડાલીયાએ પોતાનો ધ્યેય નક્કી કરવા અને તે પ્રમાણો પોતાના જીવનના વિકાસ માટે આગળ વધવા અપીલ કરી હતી, જ્યારે ભારત સેવક સમાજના કાર્યવાહક મંત્રી, એલ એસ.સૈયદે અભાર દર્શન કરી  ભારત સેવક સમાજ રાષ્ટ્રવ્યાપી  સામાજીક  જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો કરે છે. તેમાં જોડાવા યુવા પેઢીને  અપીલ કરી હતી.  યુવાનોના મનની વાતમાં વિવિધ ઼શાળા – કોલેજોની ૧ ૭ જેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જેમાં યુથ ફૌર ડેમોક્રેસી દ્વારા ત્રણ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ વકતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં હેત્વી ખીરસરીયા - કણસાગરા કોલેજ, નિધિ આગોલા - ભાલોડીયા કોલેજ  અને મિહિર ખોરાણી, - ચૌધરી હાઈસ્કૂલનો સમાવેશ થાય છે. યુવા સંસદનાં માધ્યમ દ્વારા જે યુવા નેતૃત્વ સમાજમાં કાર્યરત બનેલા છે. જેમાના એક ડો, પાર્થ પંડ્યાએ પોતાનો અનુભવ કહી યુવાનોને જીવનમાં કંઇક કરી બતાવવા માટે પ્રેરણા આપી હતી. આ પ્રસંગે મહેશભાઈ મહેતા, સી.એલ, રૈયાણી, રસિકભાઇ  નિમાવત, પ્રફુલ ભાઈ મણીયાર, ગજુભા ઝાલા, આર.વી. સોલંકી,લખમણ બારીયા, હંસાબેન સાપરીયા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:11 pm IST)