રાજકોટ
News of Tuesday, 13th August 2019

મહિલા કાનુની જાગૃતી દિવસ અંતર્ગત મહિલા પોલીસ દ્વારા સેમીનાર યોજાયો

રાજકોટઃ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહીલા પોલીસ દ્વારા શ્રીમતી સરોજીની નાયડુ  કન્યા વિદ્યાલય ખાતે ધોરણ-૯ અને ૧ર ની વિદ્યાર્થીનીઓ માટે કાનુની જાગૃતી સેમીનાર યોજાયો હતો. સેમીનારમાં શ્રીમતી સરોજીની નાયડુ કન્યા વિદ્યાલયની ર૦૦ તથા મહારાણી લક્ષ્મીબાઇ કન્યા વિદ્યાલયની ૧૬૦ મળી ૩૬૦ વિદ્યાર્થીનીઓને એડવોકેટ જાગૃતીબેન દવે દ્વારા મહિલાઓને કાયદા વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ૧૮૧ અભયમ હેલ્પ લાઇનના કાઉન્સેલર કોમલબેન પરમારે અભયમ હેલ્પ લાઇનની કામગીરી બાબતે તથા મહિલા પોલીસ મથકના પીઆઇ એસ.આર.પટેલે પોલીસ સ્ટેશનમાં થતી કામગીરી અંગે અને તા.૮-૮ અને ૯-૮ના રોજ બંન્ને સ્કુલમાં સેલ્ફ ડીફેન્સ (કરાટે) ની તાલીમ રૂપેશભાઇ વાઘેલા દ્વારા આપવામાં આવી હતી. તેમજ પ્રતિભાશાળી વિદ્યાથીર્નીઓનું કરાટે માસ્ટર શીલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માધ્યમીક શિક્ષણ સમીતીના ચેરમેન અંજનાબેન મોરઝરીયા ઉપસ્થિત રહયા હતા.

(4:11 pm IST)