રાજકોટ
News of Tuesday, 13th August 2019

પત્નિને કોર્ટના હુકમ મુજબ ભરણ પોષણ નહિ ચુકવતા મુસ્લીમ પતિને એક વર્ષની સજા ફરમાવતી કોર્ટ

રાજકોટ તા.૧૩ : પત્નીને કોર્ટના હુકમ મુજબ ભરણ પોષણની રકમ નહીં ભરનાર પતીને ૧ર માસની સજા અદાલતે ફટકારીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.

અહીના નાણાવટી ચોક વિસ્તારમાં રહેતી પરણીતા સુજાતાબાનુના નીકાહ રાજકોટ ખાતેજ ૧પ૦ ફુટ રોડ પર આવેલ કીસ્મતનગર શેરી નં.૩માં રહેતા આબીદભાઇ બાબુભાઇ શેખ નામના વ્યકિત સાથે થયેલ હતા અને નીકાહ બાદ પતીએ પરણીતાનો વિના કારણ ત્યાગ કરેલ હતો અને માવતરે મોકલી આપેલ હતી.

આથી પરણીતાએ પોતાના પતી સામે રાજકોટની ફેમીલી કોર્ટમાં પોતાના વકીલ અંતાણી મારફતે ભરણ પોષણની અરજી કરેલ અને પછી તેમાં સમય જતા રકમમાં વધારાની અરજી પણ કરેલ જે તમામ અરજીમાં પરણીતાની તરફેણમાં હુકમ થયેલ અને પતીએ પરણીતા સુજાતાબાનુંને માસીક રૂ.૧૪૦૦/ ભરણ પોષણના ચુકવવાનો આદેશ થયેલ હતો.

આ રકમ પતી નીયમીત ભરતો ન હોઇ પરણીતાએ ફરી પોતાના વકીલ શ્રી અંતાણી મારફતે ૧ર માસની ભરણ પોષણની ચડત રકમ રૂ.૧૬,૮૦૦/ સોળ હજાર આઠસો વસુલ મેળવવા અરજી કરેલ અને પતી રકમ ન ભરે તો તેને જેલમાં બેસાડવાનીતેમા દાદા માંગેલ હતી તેમા નોટીસ બજવા છતાં પતી હાજર થતો ન હોઇ ફેમીલી કોર્ટે પતી સામે પકડ વોરન્ટ કાઢેલ જે વોરન્ટ આ આધારે પતીને પકડી અને રાજકોટ પોલીસે અદાલતમાં રજુ કરેલ અને પતીની રકમ ભરવામાં નીષ્કાળજી સાબીત થતા અદાલતે ૧ર માસની ચડત ભરણ પોષણની રકમ માટે પતીને ૧ર માસની સાદી કેદનો હુકમ ફટકારી અને પતીનેજેલ હવાલે કરેલ છે.

ઉપરોકત કેસમાં અરજદાર સુજાતાબાનુ વતી એડવોકેટ સંદીપ કે.અંતાણી તથા સમીમબેન કુરેશી વકીલ તરીકે રોકાયેલ હતા.

(3:46 pm IST)