રાજકોટ
News of Tuesday, 13th August 2019

રવિવારે મેગા રકતદાન કેમ્પ - થેલેસેમીક બાળકોની રકતતુલા - રકતદાતાને ૧ લાખની વિમા પોલીસી અપાશે

જેએસજીઆઈએફ-સૌરાષ્ટ્ર રીજીયન અને જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ દ્વારા : સેવા સપ્તાહ અંતર્ગત વિવિધ કેમ્પ દરમિયાન રકતની કુલ ૧૧૫૪ બોટલ એકત્ર થશે

રાજકોટ, તા. ૧૩ : જૈન સોશ્યલ ગ્રુપ ઈન્ટ. ફેડરેશન આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જેમાં દેશ-વિદેશમાં પોતાના ૪૫૦ ગ્રુપ્સ અને ૭૦ હજારથી વધુ સભ્યો ધરાવતી સંસ્થા છે. જૈન સોશ્યલ ગ્રુપ્સ ઈન્ટ. ફેડરેશન ૪૦મો ફેડરેશન ડે તથા આગામી તા.૧૧ ઓગષ્ટથી તા.૧૮ ઓગષ્ટ દરમિયાન સેવા સપ્તાહ તરીકે ઉજવણી કરી રહ્યુ છે. સૌરાષ્ટ્ર રીજીયન આ સેવા સપ્તાહ અંતર્ગતમાં સામાજીક - ધાર્મિક કાર્યક્રમો યોજી રહ્યુ છે. જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર રીજીયન આયોજીત જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ પ્રાયોજીત આગામી તા.૧૮ના રવિવારે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જનકલ્યાણ હોલ, જનકલ્યાણ સોસાયટી (એસ્ટ્રોન ચોક), ખાતે કરવામાં આવેલ છે. દરેક રકતદાતાને ભેટ તેમજ ૧ લાખની વિમા પોલીસી અને પ્રમાણપત્ર આપવામાં આવશે તેમ યાદીમાં જણાવાયુ છે.

જૈન સોશ્યલ ગ્રુપ્સ ઈન્ટરનેશનલ ફેડરેશનનો ૪૦મો ફેડરેશન ડે અને સેવા સપ્તાહ અંતર્ગત જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ તથા થેલેસેમીક બાળકોની રકતતુલાનો કાર્યક્રમ આગામી તા.૧ને રવિવારના રોજ સવારે ૮ થી બપોરે ૨ દરમિયાન યોજાયેલ છે. જેમાં જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ મેઈન, વેસ્ટ, મીડટાઉન, ડાઉન ટાઉન, રોયલ, યુવા, સેન્ટ્રલ, જૈન જાગૃતિ સેન્ટર, દિગંબર જૈન સોશ્યલ ગ્રુપ, જૈન યુવા જુનિયર તથા મીડટાઉન લેડીઝ વીંગ, સંગીની ડાઉનટાઉન, સંગીની એલીટનો સહકાર સાંપડ્યો છે.

આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં શ્રી હરેશભાઈ વોરા (પૂર્વ પ્રમુખ - જેએસજીઆઈએફ), શ્રી રાજેશભાઈ શાહ (ઉપપ્રમુખ જેએસજીઆઈએફ), શ્રી પરેશભાઈ શાહ (ઈન્ટરનેશનલ ડાયરેકટર - જેએસજીઆઈએફ), રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, એસ. પી. શ્રી બલરામ મીણા, શ્રી જીતુભાઈ કોઠારી (મહામંત્રી શ્રી રાજકોટ શહેર ભાજપ), શ્રી ઈન્દુભાઈ વોરા (ઉદ્યોગપતિ), શ્રી જયેશભાઈ શાહ (સોનમ કવાર્ટઝ), શ્રી તુષારભાઈ ધ્રુવ (પટેલ ઓટો કેર), શ્રી રાજેન્દ્રભાઈ બાટવીયા, શ્રી દર્શનભાઈ કામદાર, શ્રી નીતિનભાઈ કામદાર (જુલીયાના), અમીષભાઈ દેસાઈ (તપસ્વી સ્કુલ), વિપુલભાઈ માંકડીયા (બિલ્ડર), શ્રી મેઘલભાઈ પરીખ (પોપ્યુલર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ), શ્રી નિરવભાઈ (ઢોસા ડોટ કોમ), શ્રી હિતેશભાઈ મહેતા ઉપસ્થિત રહેશે.

સેવા સપ્તાહ અંતર્ગત આજે જયોતિ સીએનસી મેટોડા તથા આવતીકાલે તા.૧૪ના રોજ એવીપીટી કોલેજ, રાજકોટ ખાતે પણ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જેએસજીઆઈએફ - સૌરાષ્ટ્ર રીજીયન - ચેરમેન મનીષભાઈ દોશી, સૌરાષ્ટ્ર રીજીયનના પ્રણવભાઈ શાહ - ચેરમેન ઈલેકટ, સેજલભાઈ કોઠારી - મંત્રી, જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ, એલીટના પ્રમુખ પરાગભાઈ મહેતા, કાર્તિકભાઈ શાહ - વાઈસ ચેરમેન, ડો.ચેતનભાઈ વોરા - ચેરમેન, પિન્કેશભાઈ શાહ - સહમંત્રી, ઉન્મેશભાઈ કુંડલીયા - સહમંત્રી, હિરેનભાઈ મારડીયા - ખજાનચી તથા જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ એલીટના પ્રોજેકટ ચેરમેન જીજ્ઞેશ બોરડીયા, કો-પ્રોજેકટ ચેરમેન - ચેતન પંચમીયા તથા ઋષભ શેઠ, પ્રોજેકટ કમીટીના ઉપેન મોદી, હિતેન્દ્ર મીઠાણી, હિમાંશુ ખારા, હરેશ દોશી, નીતિન કાગદી, ચિરાગ દોશી, જીતુ લાખાણી, મેહુલ બાવીશી, સૌરભ સંઘવી, હિમાંશુ કોઠારી, અમિત તેજાણી, જીનેશ મહેતા, અમિત દોશી, રોહિત પંચમીયા, મનીષ મહેતા, મનોજ દોશી, અતુલ લાખાણી, ઉદય ગાંધી, બકુલેશ મહેતા, જતીન શેઠ, આકાશ શાહ, અભય દોશી, ધવલ શાહ, જીતુ પંચમીયા, નિપેશ દેસાઈ, કરણ શેઠ, વિનય જસાણી, દિપ્તી ગાંધી, સોનલ દેસાઈ, શ્રીદેવી તંબોલી, વિરતી શાહ, જાગૃતિ લાખાણી, પ્રીતિ અને નિલેશભાઈ શાહ સહિતના લોકો જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:38 pm IST)