રાજકોટ
News of Tuesday, 13th August 2019

બુધ-ગુરૂ કિશાનપરા ચોકમાં ફુલો - ઔષધીયુકત રોપાઓનું વિનામૂલ્યે વિતરણ

વૃક્ષ વાવો, વરસાદ લાવો, વૃક્ષ વાવો પાણી લાવો

રાજકોટ, તા. ૧૩ : લાયન્સ કલબ રાજકોટ પ્રાઈડ અને રાજકોટ શહેર પોલીસના સંયુકત ઉપક્રમે પર્યાવરણ જાગૃતિ અભિયાન અંતર્ગત, રક્ષાબંધન અને સ્વતંત્ર દિવસ નિમિતે શહેરીજનો બહોળી સંખ્યામાં વૃક્ષારોપણ કરે એવા આશય સાથે તા.૧૪ અને ૧૫ ઓગષ્ટના સવારે ૧૦ થી સાંજે ૬ સુધી વિનામૂલ્યે રોપા વિતરણનું આયોજન કિશાનપરા ચોક ખાતે કરવામાં આવેલ છે. આ રોપો ઘરમાં સુશોભન થાય તેવા, ઓશડીયા ગુણ ધરાવતા ઘરના આંગણામાં વાવી શકાય એવા વૃક્ષોનું વિતરણ કરવામાં આવશે.લાયન્સ કલબ ઈન્ટરનેશનલ, સૌરાષ્ટ્ર કચ્છના ગર્વનર દિવ્યેશભાઈ સાકરીયા અને પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા ડી.સી.પી. શ્રી મનોહરસિંહ જાડેજા અને ડી.સી.પી. શ્રી રવિમોહન શૈનીના માર્ગદર્શન હેઠળ એ.સી.પી. ટ્રાફીક શ્રી ભરતસિંહ ચાવડા અને સમગ્ર પોલીસ ડીપાર્ટમેન્ટનો સહયોગ મળેલ છે.

આયોજનમાં લાયન્સ કલબ રાજકોટ પ્રાઈડના પ્રમુખ ઉમેશ ભલાણી, સેક્રેટરી નિરજ અઢીયા, ટ્રેઝરર દેવેન્દ્ર રૂપારેલીયા, રમેશભાઈ રામાણી, અચ્યુત પટેલ, કિશન ભલાણી,  કેબીનેટ ઓફીસર સંજય કલકાણી, ચેતન વ્યાસ, કિશોર વઘાસીયા, ગીરીશ અકબરી, વિનોદ ઠક્કર, કૃણાલ રાબડીયા, અતુલ મારૂ, ડિસ્ટ્રીકટ પી.આર.ઓ. ડોલરભાઈ કોઠારી જોડાયા છે. દિનેશભાઈ વોરા અને વિજયભાઈ ડોબરીયાએ શહેરીજનોને લાભ લેવા અનુરોધ કરાયો છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:38 pm IST)