રાજકોટ
News of Tuesday, 13th August 2019

તહેવારની સિઝનમાં ટાઇટન દ્વારા રોમાંચક ઓફરો

ફલેટ ૩૦ ટકા ડિસ્કાઉન્ટ ઓફર : ૨૦૦ થી વધુ શહેરોમાં ૪૯૬ એકસ સ્ટોર્સ

રાજકોટ :  તહેવારોની આ સિઝનમાં તમારી જાતને અને તમારા પ્રિયજનોને ટાઇટન વોચિસ સાથે શોપિંગનો શ્રેષ્ઠ અનુભવ કરાવી શકો તે માટે ભારતની અગ્રણી વોચમેકર રિટેલર ટાઇટન કંપની લિમીટેડ દ્વારા ૨૨ ઓગસ્ટ, ૨૦૧૯ સુધી એના સેલ દરમિયાન ઘડિયાળો અને  સ્કિન ફેગ્રન્સિસ પર  રોમાંચક ડિસ્કાઉન્ટ ઓફર શરૂ કરી છે.

વર્લ્ડ ઓફ ટાઇટન એકસકલૂઝિવ રેન્જ તથા સ્કિન ફેગ્રન્સિસ અને એકસેસરીઝનો વિસ્તૃત રેન્જ પર ફલેટ ૩૦ ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. ટાઇટન કોઇપણ પ્રસંગને અનુરૂપ વિવિધ પ્રકારની સ્ટાઇલ ઓફર કરે છે, જેમાંથી તમે પસંદ કરી શકો છો. હવે વોચ સમય જોવાનું માધ્યમ નથી. પણ પુરૂષો, મહિલાઓ, ટીનએજર્સ અને બાળકો માટે હજારો ડિઝાઇન છે.

ટાઇટન આધુનિક અને  જાજરમાન ભારતીય મહિલાઓ માટે રાગા ધરાવે છે. સ્ટાઇલ ઇચ્છતી મહિલાઓને પર્પલ, પ્રોફેશનલ માટે એજ, કાન્નિસ્સર માટે ઓટોમેટિક, એનજેટિક ચાઇલ્ડ માટે ઝુપ  વગેરે કલેકશન ધરાવે છે.

૨૦૦ થી વધારે શહેરોમાં ૪૯૬ એકસકલૂઝિવ સ્ટોર્સ સાથે ટાઇટન ૩૫ દેશોમાં એના ગ્રાહકો માટે ડેડિકેટ સર્વિસ સેન્ટર્સ સાથે હાજરી ધરાવે છે, તેમજ ભારતમાં સોૈથી મોટી વોચ રિટેલર છે.

ઉલ્લેખનીય છે કે ટાઇટન કંપની લિમીટેડ (અગાઉ ટાઇટન ઇન્ડટ્રિીઝ લિમીટેડ તરીકે જાણીતી હતી) એ તામિલનાડુ, ઓૈદ્યોગિક વિકાસ નિગમ (ટેડકો) અને ટાટા ગ્રુપનું સહિયારૂ સાહસ છે, જેની રચના ૧૯૮૭ માં ટાઇટન વોચિસ લિમીટેડ તરીકે થઇ હતી. વર્ષ ૧૯૯૪ માં ટાઇટને આઇપ્લસ સાથે આઇવેરમાં ડાઇવર્સિફીકેશન કર્યુ હતું. વર્ષ ૨૦૧૩ માં ટાઇટને સ્કિન સાગે ફેગ્રન્સિસ સગેમેન્ટમાં પ્રવેશ કર્યો હતો, વર્ષ ૨૦૧૯માં તનેરા સાડી સાથે સાડીઓના સેગમેન્ટમાં પ્રવેશ કર્યો હતો.

અત્યારે ટાઇટન કંપની લિમીટેડે ઘડિયાળો, જવેલરી અને આઇવેરમાં નિર્વિવાદપણે લીડર છે, જેને આ તમામ ઉદ્યોગોનો ચહેરો બદલાવાનો શ્રેય જાય છે. કંપનીએ ૩૧ માર્ચ,૨૦૧૯ના રોજ પૂર્ણ થયેલા વર્ષ માટે રૂ૧૯,૦૭૦ કરોડની આવક કરી હતી.

(3:35 pm IST)