રાજકોટ
News of Wednesday, 15th May 2019

કાલે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ : મ્યુ. કોર્પોરેશન દ્વારા વિવિધ કાર્યક્રમો

વિવિધ વિસ્તારોમાં મચ્છર, મચ્છરના પોરા, પોરાભક્ષક માછલીના જીવંત નિદર્શન તથા મોલ, ઇન્ડસ્ટ્રીઝમાં પ્રદર્શન અને વર્કશોપ યોજાશે

રાજકોટ તા. ૧૫ : ડેન્ગ્યુ રોગ વિશે જાગૃતતા લાવવા તથા ટ્રાન્સમિશન સીઝન શરૂ થાય તે પહેલાં દેશમાં રોગના નિયંત્રણ માટે નિવારક પગલાંને વેગ આપવા ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની ભલામણ સાથે ૧૬ મી મેના રોજ 'રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય શાખા દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા  ૧૬ મે 'રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ' નિમીતે વિવિઘ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવા આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટના શહેરીજનોને ડેન્ગ્યુ રોગ, રોગ અટકાયતી અંગેના ઉપાયો તથા ડેન્ગ્યુ ફેલાવતા મચ્છર ઉત્૫તિ અટકાયતી ૫ગલાં વિશે વિગતવાર માહિતી મળી રહે તે માટે વોર્ડવાઇઝ શેરી પ્રદર્શન અને પત્રિકા વિતરણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અમરજીતનગર –વોર્ડ  નં. ૨, સંતોષીનગર મફતીયું –વોર્ડ  નં. ૩, વિજયપ્લોટ –વોર્ડ  નં. ૭,  ડિ માર્ટ પાસે ગોંડલ રોડ –વોર્ડ  નં. ૧૩, આનંદનગર કવાટર્સ –વોર્ડ  નં. ૧૪, બાબરીયા કોલોની–વોર્ડ  નં. ૧૭, ગાંધીગ્રામ શેરી નં ૧ થી ૪–વોર્ડ  નં. ૧, વૈશાલીનગર મફતીયું –વોર્ડ  નં. ૮, શિવ૫રા ૧ થી ૪–વોર્ડ  નં. ૯, વામ્બે આવાસ યોજના –વોર્ડ  નં. ૧૦, ન્યુ રાજદિ૫ સોસાયટી –વોર્ડ  નં. ૧૧, સરસ્વતીનગર શેરી નં. ૧ થી ૮–વોર્ડ  નં. ૧૨, ડિ માર્ટ પાસે કુવાડવા રોડ –વોર્ડ  નં. ૪, મંછાનગર મફતિયું –વોર્ડ  નં. ૫ સહિતના વિસ્તારોમાં પ્રદર્શન યોજાશે.

ઉકત બાબતોને ધ્યાને લઇ ઘરમાં મચ્છર ઉત્પતિ સ્થાનો અટકાવો તથા આપણા ઘરમાં તથા ઘરની આજુબાજુ ડેન્ગ્યુ મચ્છર ઉત્૫તિ સ્થાનો અટકાવવા એ આપણી જવાબદારીઅને આપણી નૈતિક ફરજ છે. જે માટે રાજકોટ મહાનગરપાલિકા ના આ અભિયાનમાં ભાગ લઇને ડેન્ગ્યુ નિયંત્રણ માટે સહકાર આપવા તંત્ર દ્વારા અપિલ કરવામાં આવી છે.

(3:56 pm IST)