રાજકોટ
News of Wednesday, 15th May 2019

ગુગલ પે થકી નાણાકીય વ્યવહાર કરવા જતા ઉદ્યોગકારે રૂપિયા ૪૦,૦૦૦ ગુમાવ્યા

સાયબર ક્રાઈમ આચરતા તત્વોએ બિછાવી છે દેશવ્યાપી 'માયાજાળ' : ગંધ આવી જતા ત્વરિત પગલા લેતા વધુ રકમનો ભોગ બનતા રહી ગયા

રાજકોટ, તા. ૧૫ :. ઝડપી સેવા માટે ડિજીટલ વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવે છે પણ કયારેક આ પ્રકારના ડીજીટલ વ્યવહારો કરવા જતા થોડી પણ જો ચુક રહી જાય તો નાણા ગુમાવવાનો વારો આવે છે. આ રીતે નાણા ગુમાવવાનો ભોગ રાજકોટના એક ઉદ્યોગકાર બન્યા હોવાનું જાણવા મળે છે.

રાજકોટના મધ્ય વિસ્તારમાં કાર્યરત એક ઉદ્યોગકાર ગુગલ પે થકી નાણાકીય વ્યવહાર કરવા જતા રૂ. ૪૦,૦૦૦ ગુમાવવાનો વારો આવ્યો હોવાનું જાણ વા મળે છે.

મળતી માહિતી મુજબ પોતાના બિઝનેશ ડીલીંગ અર્થે તેમણે ગુજરાત બહારની વ્યકિતને ગુગલ પે પર પેમેન્ટ કરવા જણાવ્યુ હતુ જે દરમ્યાન ગમે તે થયુ પૈસા ખાતામાં જમા થવાને બદલે ખાનગી બેંકમાં તેમના ખાતામાંથી રૂ.૪૦,૦૦૦ તરત ઉપડી જતા તેઓ ચોકીં ઉઠયા હતા.

ગુજરાત બહાર દેશના ખૂણે ખૂણે અંઠંગ ખેલાડી કે ભેજાબાજો બેઠા હોય છે અને તેઓ શિકારની શોધમાં જ હોય છે તમે જરા પણ તેની માયાજાળમાં આવી જાવ તો પૈસા ગુમાવવાનો વારો આવે  છે આવા ફ્રોડબાજોનો ભોગ રોજ ઘણા બધા બનતા હોય છે પણ આવા ભેજાવાજોને ટ્રેસ કરી શકાતા નથી તેથી જે તે વ્યકિતઓને નાણા ગુમાવવાનો વારો આવે છે.

આ કિસ્સામાં આ ઉદ્યોગકારે ફ્રોડનો ભોગ બન્યાની જાણ થતાં ત્વરિત પગલા લીધા અને વધુ રકમનો ચુનો ચોપડાતા રહી ગયો. તેમણે ફ્રોડનો ભાંગ બન્યાની જાણ બેંક અને કાયદાના રખેવાળોને કરી છે જે ઓએ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હોવાનુ પણ જાણવા મળે છે.

(3:48 pm IST)