રાજકોટ
News of Wednesday, 15th May 2019

યુનિવર્સિટી રોડ એપાર્ટમેન્ટમાં અશોક ઉર્ફે અશ્વિનના ફલેટમાં જુગાર રમતા ૯ ઝડપાયા

ક્રાઈમ બ્રાંચનો દરોડોઃ ફલેટ માલિક અશોક વાછાણી, નિલેષ, મહેન્દ્ર, રમેશ, દુષ્યંત, સુરેશ, આયુષ, બીપીન અને ઓનિલની ધરપકડ

રાજકોટ, તા. ૧૫ :. યુનિવર્સિટી રોડ સાંકેત સોસાયટી જલારામ શેરી નં. ૩માં આવેલા રવિ એપાર્ટમેન્ટમાં ફલેટમાં ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ફલેટ માલિક સહિત નવ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર જલારામ શેરી નં. ૩માં રવી એપાર્ટમેન્ટમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ પી.એમ. ધાખડા તથા હરદેવસિંહ સહિતના સ્ટાફે દરોડો પાડી ફલેટ માલિક અશોક ઉર્ફે અશ્વિન જસમતભાઈ વાછાણી (ઉ.વ. ૬૦) તથા તે જ વિસ્તારમાં રહેતા નિલેશ નરોતમભાઈ ભાણવડીયા (ઉ.વ. ૪૯), મહેન્દ્ર રવજીભાઈ ભેસદડીયા (ઉ.વ. ૫૭), રમેશ મહીદાસભાઈ કાલાવડીયા (ઉ.વ. ૬૭), દુષ્યંત હરીદાસભાઈ ગઢાણીયા (ઉ.વ. ૪૯), સુરેશ રામજીભાઈ વાછાણી (ઉ.વ. ૬૧), આયુષ પોપટભાઈ કાલરીયા (ઉ.વ. ૬૧), ઓનિલ પ્રવિણચંદ્રભાઈ માવાણી (ઉ.વ. ૫૭) તથા ગોંડલના બિપીન બાબુભાઈ ભાણવડીયા (ઉ.વ. ૫૮)ને જુગાર રમતા પકડી લઈ રૂ. ૫૬,૯૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

વરલીનો જુગાર રમાડતો ભરત મુળાસીયા ઝડપાયો

થોરાળા પોલીસ મથકના એએસઆઈ બી.જે. જાડેજા તથા કોન્સ. અશોકભાઈ દવે સહિતે બાતમીના આધારે થોરાળા શેરી નં. ૧૫માં મચ્છુ માંના મંદિર પાસે દરોડો પાડી વરલી ફીચરના આંકડા લખી જુગાર રમાડતો ભરત લવજીભાઈ મુળાસીયા (ઉ.વ. ૩૫) (રહે. નવા થોરાળા શેરી નં. ૧૫)ને પકડી લઈ રૂ. ૭૪૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

દારૂની બે બોટલ સાથે દિપક પકડાયો

ગાંધીગ્રામ પોલીસ મથકના એએસઆઈ જયસુખભાઈ તથા પરાક્રમસિંહ સહિતે ગાંધીગ્રામમાં ગાંધીનગર શેરી નં. ૩ માં દરોડો પાડી દિપક રમણીકભાઈ કરગથરા (ઉ.વ. ૪૦)ને દારૂની બે બોટલ સાથે પકડી લીધો હતો.

(3:25 pm IST)