રાજકોટ
News of Thursday, 14th March 2019

રૂખી ભંગી સમાજ દ્વારા મે માસમાં સમુહલગ્ન

કુરીવાજ મુક્‍તિ તરફ કદમ : ૨૬ યુગલો જોડાશે : નામ નોંધણી ચાલુ

રાજકોટ તા. ૧૪ : રૂખી ભંગી સમાજ યુવા સેવા ટ્રસ્‍ટ દ્વારા આગામી તા. ૧૨-૫-૨૦૧૯ ના સમૂહલગ્નનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે આ અંગેની વિગતો વર્ણવતા આયોજક અગ્રણીઓએ જણાવેલ કે ગરીબી અને પછાતપણુ ભોગવતા સફાઇ કામદાર રૂખી ભંગી સમાજના લોકોનો વિકાસ કરવા રૂખી ભંગી સમાજ સેવા ટ્રસ્‍ટ (ન્‍યુ પરસાણાનગર) હંમેશા પ્રયત્‍નશીલ રહ્યુ છે. તેના ભાગરૂપે આગામી તા. ૧૨ મે ના આ સમુહલગ્નનું આયોજન કરાયુ છે.

જેમાં ૨૬ યુગલો સમુહમાં લગ્નવિધિથી જોડાશે. કુરીવાજોમાંથી બહાર આવી ઉન્નતી તરફ આગળ વધવાના પ્રયાસોના ભાગરૂપે આયોજીત આ સમૂહલગ્નમાં તા. ૧ એપ્રિલ સુધી નામો લખાવી શકાશે.

નામ નોંધાવવા નારણભાઇ પુરબીયા પ્રમુખ મો.૯૮૯૮૮ ૬૯૧૩૪, અનીલભાઇ રાઠોડ સહમંત્રી મો.૭૨૮૩૮ ૧૬૫૧૭, ભીખુભાઇ વાઘેલા ખજાનચી મો.૮૯૮૦૪ ૪૯૬૨૧, કાળુભાઇ વાઘેલા, અમિતભાઇ ગોહીલ સભ્‍ય મો.૭૪૮૭૫ ૯૯૯૯૩, જયેશભાઇ ટીમાણીયા સભ્‍ય મો.૮૨૦૦૨ ૦૦૬૩૩, સુરેશભાઇ ઝાલા સભ્‍ય મો.૭૬૦૦૩ ૯૯૮૫૪, બિપીનભાઇ વાઘેલા સભ્‍ય, મયુરભાઇ પુરબીયા સભ્‍ય મો.૯૯૦૪૯ ૭૧૦૪૫, વિઠ્ઠલભાઇ પુરબીયા મોટા પટેલ મો.૮૪૬૯૮ ૫૫૨૮૪, દિપકભાઇ પુરબીયા મો.૯૮૨૪૨ ૮૩૯૯૮, ગીતાબેન પુરબીયા કોર્પોરેટર વોર્ડ નં. ૩ નો સંપર્ક સાધવા સફાઇ કામદાર પ્રમુખ મનોજભાઇ ટીમાણીયા, મંત્રી રમેશભાઇ જેઠવા મો.૭૫૭૪૯ ૧૭૭૦૯, રૂખી ભંગી સમાજ યુવા સેવા ટ્રસ્‍ટના પ્રમુખ નારણભાઇ પુરબીયાએ અનુરોધ કરેલ છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા પરસાણાનગરના રામાપીર સમિતિ, બાપા સીતારામ યુવા ગ્રુપ, ભંગી સમાજ યુવા ગ્રુપ ખભેખભા મીલાવી કાર્યરત થયેલ છે.

તસ્‍વીરમાં રૂખી ભંગી સમાજના સમુહલગ્ન અંગેની વિગતો વર્ણવતા અગ્રણીઓ નજરે પડે છે. (તસ્‍વીર : વિક્રમ ડાભી)

(4:32 pm IST)