રાજકોટ
News of Thursday, 14th March 2019

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા ચોરી અટકાવવા ૧૬૦ સ્કવોડના કેન્દ્રોમાં ધામા

સુરેન્દ્રનગરમાં ૩ કોપી કેસ નોંધાયા

રાજકોટ તા. ૧૪ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી પ્રથમ તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કેટલીક કોલેજોમાં ગેરરીતિની ફરિયાદો ઉઠી છે. આજે પ્રથમ દિવસે ત્રણ કોપી કેસ સુરેન્દ્રનગરમાં નોંધાયા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષા ૧૫૬ કેન્દ્રો ઉપર કુલ ૪૫,૫૦૦ પરીક્ષાર્થીઓ કસોટી આપી રહ્યા છે. ૧૫૬ કોલેજમાં ૧૬૦ ચેકીંગ સ્કવોડના ૩૫૦ સભ્યો પરીક્ષાનું નિરીક્ષણ કર્યું હતું. સીસીટીવી હોવા છતાં પરીક્ષા કેન્દ્રો ઉપર ચેકીંગ સ્કવોડે થોકબંધ સાહિત્ય કબ્જે કર્યું હતું.

(4:23 pm IST)