રાજકોટ
News of Thursday, 14th March 2019

ખીરસરા GIDCની બલિહારી : ૨૮મીએ પ્લોટની અરજીના પૈસા ભરવા છતાં હવે અરજી સ્વીકારવાની ના : ૧૫૦ ઉદ્યોગપતિઓમાં દેકારો

સબમિશનની સ્વીચ દબાવતા ભૂલી ગયાનું કારણ અપાતા આશ્ચર્ય : ૧૨૫૦ પાછા દેવાની પણ ના..

રાજકોટ, તા. ૧૪ : ખીરસરા જીઆઈડીસીનું વિસ્તરણ ચાલુ છે. સરકારે ૬૩ એકર જગ્યા જીઆઈડીસીને ફાળવી છે. જીઆઈડીસીએ આ માટે પ્લોટ ફાળવવા અંગે ઓનલાઈન અરજીઓ મંગાવી હતી અને આ માટેની છેલ્લી તારીખ ૨૮ ફેબ્રુઆરી મુકરર કરાઈ હતી.

આ દિવસે ૧૫૦થી વધુ વેપારીઓએ ઓનલાઈન અરજી કરી પરંતુ જીઆઈડીસીની આ સાઈડ બિઝી હોય - અપડેશન થતુ નહોતું. પરંતુ ત્યારે વેપારીઓ પાસેથી અરજીના રૂ.૧૨૫૦ લઈ લેવાયા, રીસીપ્ટ પણ અપાઈ અને હવે આજે પ્લોટ માટેની અરજી સ્વીકારવાની ના પાડી દેવાતા ઉદ્યોગપતિઓમાં દેકારો બોલી ગયો હતો. પ્લોટ ઈચ્છુકો - અરજદારો હાલ જીઆઈડીસી ખીરસરાની ઓફીસે ધસી ગયા છે. એટલુ જ નહિં અરજી માટેના રૂ.૧૨૫૦ દેવાની પણ ના પાડી દેતા પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે. વેપારી વર્તુળોએ ઉમેર્યુ હતું કે અધિકારીઓ એવુ કહે છે કે અરજી કરવા સમયે સબમિશન બટન દબાવતા અરજદારો ભૂલી ગયા છે. એટલે હવે અરજી નહિં સ્વીકારાય, મામલામાં ગરમાવો આવી ગયો છે. વેપારીઓના ટોળા છે. ગાંધીનગર સુધી ફરીયાદ અંગે વેપારીઓ ઉમેરી રહ્યા છે.

(4:22 pm IST)