રાજકોટ
News of Thursday, 14th March 2019

સંતાનોની કેળવણી પર પૂ.ભાઇશ્રીનું વકતવ્ય 'ક કેળવણીનો કે' સાથે સાંઇરામ દવે અને ભદ્રાયુ વછરાજાનીની પણ છણાવટ

રાજકોટ તા.૧૪: શ્રી સાંઇલક્ષ્મી ફાઉન્ડેશન અને સુરક્ષા સેતુના સંયુકત ઉપક્રમે શિક્ષણ સાથે બાળઉછેર અને સંતાનોની કેળવણીના વિષય પર આગામી ૨૨ માર્ચે રાજકોટમાં એક વિશિષ્ટ કાર્યક્રમ થવા જઇ રહ્યો છે. ભાગવતાચાર્ય પૂ.શ્રી રમેશભાઇ ઓઝા ભાઇશ્રીનાં અધ્યક્ષ સ્થાને શ્રી સાઇલક્ષ્મી ફાઉન્ેશન દ્વારા 'ક કેળવણીનો ક'નામે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં પૂજ્ય ભાઇશ્રી વાલીઓ સાથે આજના સળગતા સવાલો મુદ્દે ચર્ચા કરશે સાથે આપણા પૂજ્ય ચરણ તેમજ ધર્મશાસ્ત્રોએ આપણી કેવી કેળવણીની હિમાયત કરી હતી તે વિષય પર વિસ્તૃત સંબોધન કરશે. શું આજની કેળવણી માણસના વિવેકને ખિલવવાના ઉદ્દેશને સાર્થક કરી રહી છે જેવા અનેક પ્રશ્નો પર ભાઇશ્રી સીધો સંવાદ કરશે.

પૂ.ભાઇ શ્રીની સાથે આ કાર્યક્રમમાં જાણિતા લેખક અને વરિષ્ઠ શિક્ષણકાર શ્રી ભદ્રાયુભાઇ વછરાજાની અને સાહિત્યકાર શ્રી સાંઇરામ દવે પણ આ વિષય પર વિસ્તૃત છણાવટ કરશે. રાજકોટના મવડીગ્રીન્સ પાર્ટીપ્લોટ ખાતે ૨૨ માર્ચે રાત્રે ૮.૩૦ કલાકે યોજાનારા આ કાર્યક્રમમાં રજિસ્ટ્રેશનથી જ પ્રવેશ શકય બનશે. આ કાર્યક્રમ તમામ વાલીઓ માટે વિનામૂલ્યે છે. પરંતુ www.sailaxmifoundation. com/kk પર કલીક કરી રજિસ્ટ્રેશન કરાવી લેવું રજિસ્ટ્રેશન બાદ નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમ, અંબિકા ટાઉન શીપ, રાજકોટ તેમજ મારૂતિ કુરિયરની તમામ બ્રાન્ચ પરથી પાસ મેળવી શકાશે. વકતાઓ સાથે કેળવણી પરનો આ પ્રથમ કાર્યક્રમ થઇ રહ્યો છે. ત્યારે ચેરમેન અમિત દવે દ્વારા સર્વે વાલીઓને આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરાયો છે. વધુ માહિતી માટે મો.૭૬૦૦૬ ૪૬૪૬૪, ૯૩૨૭૫ ૬૬૭૫૧ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(4:16 pm IST)