રાજકોટ
News of Thursday, 14th March 2019

નટરાજનગર કવાર્ટરમાં રવિ રાઠોડ અને તેના ભાઇ પર બનેવીનો હુમલો

સગાઇના ખર્ચ બાબતે બનેવીએ તેના ભાઇઓ સાથે મળી પાઇપના ઘા ફટકાર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૧૪: યુનિવર્સિટી રોડ પર નટરાજનગર રાજીવ ગાંધી આવાસ યોજના કવાર્ટર સી-૪૮૦માં રહેતાં રવિ અંજુભાઇ રાઠોડ (ઉ.૨૬) નામના વાલ્મિકી યુવાનને  તેના બનેવી અને બનેવીના બે ભાઇઓએ સગાઇના ખર્ચ બાબતે ઝઘડો કરી પાઇપથી માર મારતાં અને તેનો ભાઇ રોહિત વચ્ચે પડતાં તેને પણ ઇજા પહોંચાડતાં ફરિયાદ થઇ છે.

યુનિવર્સિટી પોલીસે રવિની ફરિયાદ પરથી તેના બનેવી રવિ ધીરૂભાઇ વાળા તથા તેના ભાઇઓ વિશાલ ધીરૂભાઇ અને દિપક ધીરૂભાઇ (રહે. નટરાજનગર) સામે ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે સગાઇ થઇ ત્યારે જે ખર્ચ થયો હતો તેનો ખર્ચ માંગતા રવિ વાળા સહિતને સારું નહિ લાગતાં રવિ સહિત ત્રણેયએ મળી પાઇપથી હુમલો કરી રવિ રાઠોડ અને રોહિત રાઠોડને હાથ-ગમાં ઇજાઓ કરી હતી. એએસઆઇ વિવેકભાઇ કુછડીયા વધુ તપાસ કરે છે.

(3:30 pm IST)