રાજકોટ
News of Thursday, 14th March 2019

કોકેઇનના જથ્થા સાથે એન.ડી.પી.એસના ગુનામાં પકડાયેલ બે આરોપીના જામીનમંજુર

રાજકોટ તા.૧૪: એમેફેટેમાઇન ડ્રગ્સ તેમજ કોકેઇનના જથ્થા સાથે પકડાયેલ આરોપીનો અદાલતે જામીન ઉપર છુટકારો ફરમાવેલ છે.

આ બનાવની વિગત એવી છે કે, તા.૧૩-૦૧-૨૦૧૯ના રોજ એસ.ઓ.જી. શાખાના પી.એસ.આઇ.ઓ.પી. સિસોદીયા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળેલ કે બી.ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદ હાઇવે પર જુના કુવાડવા પો.સ્ટે.ની સામે આવેલ પુલની સામેના છેડે ૩ ઇસમો કોઇપણ જાતના પાસ પરમીટ કે આધાર વગર ૩૮ ગ્રામ અને ૫૪૦ મિ.ગ્રામ કોકેઇન તથા ૧૬ ગ્રામ અને ૭૫૦ એમ.એલ. એમેફેટેમાઇન નામના માદક પદાર્થ જેની ઇન્ટરનેશનલ કિંમત રૂ.૫,૫૨,૯૦૦ થાય છે તેને કબજામાં રાખીને ઉભા છે જેથી પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલહવાલે કરતાં આરોપી (૧)વિક્રમસિંહ સુખદેવસિંહ જાડેજા, ''શ્રીકૃષ્ણકુંજ'', માલધારી-૧, ૪૦ ફુટ, મવડી,એ જામનગર છુટવા અરજી કરી હતી.

એન.ડી.પી.એસ.ની સજાની જોગવાઇને ધ્યાને લેતા એન.ડી.પી.એસ. એકટ અન્વયે ઉપરોકત નોટીફીકેશનમાં જણાવેલ કોમર્શીયલ કવોન્ટીટીથી ઓછો અને સ્મોલ કવોન્ટીટીથી વધારે જથ્થો હોય ત્યારે ૧૦ વર્ષ સુધીની સજાની જોગવાઇ છે. હાલના આરોપી વિરૂધ્ધ આક્ષેપીત ગુન્હાની ટ્રાયલ ચલાવવાની સતા આ અદાલતને છે, અરજદારો (આરોપી) વિરૂધ્ધ આક્ષેપીત ગુન્હા સબબ તમામ મુદામાલ સહ-આરોપી પાસેથી કબ્જે થઇ ગયેલ છે. જયારે હાલના અરજદાર (આરોપી)પાસેથી રેડ દરમીયાન અંગજડતી દરમ્યાન કોઇ ચીજવસ્તુ કે કોઇ મુદામાલ મળી આવેલ હોય તેવુ જણાઇ આવતુ ન હોય જેથી આરોપીના વકીલે જામીન ઉપર છોડવા દલીલો કરેલ. જે દલીલોને ધ્યાને લઇ કોર્ટે બન્ને આરોપીને રૂ.૧૫૦૦૦/- રૂ.૧૫,૦૦૦ ના શરતી જામીન ઉપર છોડવા હુકમ ફરમાવેલ હતો.

(3:29 pm IST)