રાજકોટ
News of Thursday, 8th November 2018

રાજકોટમાં BAPS સ્વામિ, મંદિરમાં અન્નકુટ મહોત્સવ : કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ કર્યા દર્શન

1500થી વધુ મિઠાઈ અને ફરસાણ ભગવાન સ્વામિનારાયણને ધરાવાયો

રાજકોટ : આજથી હિંદુઓનું નવું વર્ષ  વિક્રમ સંવત 2075ની શરૂઆત થઈ છે.વહેલી સવારથી લોકો દેવ દર્શન કરી વર્ષની શરૂઆત કરી રહ્યા છેકાલાવડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં 1500થી પણ વધુ વ્યંજનો તૈયાર કરી ભગવાનને ધારાવાયા છે  જેમાં ફરસાણ, મીઠાઈ અને કેક સહિતનો સમાવેશ કરાયો છે આજે  કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ અન્નકુટના દર્શન કર્યા હતા.

 

  વહેલી સવારના 5 વાગ્યાથી સ્વામિનારાયણ મંદિરના રસોડામાં ભગવાન માટે તેમના ભક્તોએ રસોઈ બનાવવાની શરૂઆત કરી હતી. બપોરના 12 વાગ્યાથી લઈ 7 વાગ્યા સુધી દર કલાકે ભાવિ ભક્તજનો અન્નકૂટ આરતીનો લાભ લઇ શકશે. જે બાદ આવતીકાલે હજારો ભક્તોને આ અન્નકૂટનો પ્રસાદ આપવામાં આવશે.

(11:33 pm IST)