રાજકોટ
News of Thursday, 8th November 2018

રાજકોટ મોરબી હાઈવે પર ગમખ્વાર અકસ્માત : ઇકો કાર અને બાઈક વચ્ચે ટક્કર :ત્રણ લોકોના મોત

હરબટીયાળી નજીકઅકસ્માત :બાઈક સવાર બંને યુવકોના અને ઇકો કારમાં બેઠેલા એકનું મોત

રાજકોટ-મોરબી હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે

   મળતી વિગત મુજબ રાજકોટ- મોરબી હાઈવે પર હરબટીયાળી નજીક ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો છે જેમા બાઈક સવાર બન્ને યુવકોના મોત થયા છે અને એક ઈકોમાં સવાર યુવકનું મોત નિપજ્યું છે

  . અકસ્માતમાં ઈકો કારમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલીક 108 મારફતે ટંકારાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:28 pm IST)