રાજકોટ
News of Thursday, 8th November 2018

લાતીપ્લોટમાં ટાયરના ગોડાઉનમાં લાગી ભીષણ આગ ભભૂકી :ચાર ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે

રાજકોટઃ શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી ગોડાઉનમાં ટાયર હોવાને કારણે આગે થોડીવારમાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું.  આગ લાગવાની જાણ થતા ચાર ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ ઠારવાના પ્રયત્નો શરૂ કર્યા હતા આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. 

(7:43 pm IST)