રાજકોટ
News of Thursday, 11th October 2018

રાંદરડા તળાવ પાસે ઝાડીમાંથી ૮૪ બોટલ દારૂ રેઢો મળ્યો

રાજકોટ તા. ૧૧: પ્રદ્યુમન પાર્ક તરફ જવાના રસ્તે રાંદરડા તળાવના કાંઠે બાવળની ઝાડી નીચેથી પોલીસને રૂ. ૩૩૬૦૦નો ૮૪ બોટલ દારૂ રેઢો મળી આવ્યો છે.

આજીડેમના હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી, જયદિપસિંહ, શૈલેષભાઇ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળતાં દારૂનો જથ્થો કબ્જે લીધો હતો. અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે.

(3:42 pm IST)