રાજકોટ
News of Monday, 4th June 2018

ગોવિંદ પાર્ક-રત્નપાર્કના રસ્તાઓ ડામરથી મઢાશે-કામનો પ્રારંભઃ વોર્ડનં. ૧૧ ના કોંગી કોર્પોરેટરના પ્રયત્નો સફળ

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૧માં નાનામવા મેઇન રોડ પર આવેલ ગોવિંદ રત્નપાર્ક-૧ના વિસ્તારમાં આ વોર્ડના કોંગી કોર્પોરેટર ઘનશ્યામસિંહ એ. જાડેજા પરેશભાઇ હરસોડા પારૂલબેન ડેર, વસંતબેન માલવીના હસ્તે રૂ. ૧૪,ર૮,૦૦/- ના ખર્ચે ડામરરોડ કામગીરીનું ખાત મુર્હુત કરવામાં આવ્યું.  આ પ્રસંગે આ વિસ્તારના આગેવાન રમેશભાઇ રામાણી, હાર્દિકભાઇ ચંદારાણા, કમલેશભાઇ ગઢિયા, અશ્વિનભાઇ મોવલીયા, ભાવીકભાઇ રામાણી, નિરવભાઇ વિરાણી, જયેશભાઇ સાંગાણી, મયુરભાઇ મોણપરા, વિનુભાઇ મેનપરા, પરેશભાઇ, મેહુલભાઇ દેશાઇ તેમજ આ વિસ્તાર મહિલા આગેવાન જોત્સનાબેન રામાણી, શ્વેતાબેન ચંદારાણા, અમિતાબેન ગઢીયા, નિર્મળાબેન મોલીયા, નિમીષબેન રામાણી ઉવર્શીબેન વિરાણી, શોભનાબેન સાંગાણી, શિલ્પાબેન મેનપરા, સર્મીલાબેન કોરાટ તથા પિંકલબેન દેશાઇ વિગેરે હાજર રહીને કોર્પોશ્રીઓને ફુલહાર કર્યા હતા.

(4:14 pm IST)