રાજકોટ
News of Monday, 4th June 2018

પ્રધ્યુમન પાર્ક, ઢોર ડબ્બા ,જિલ્લા ગાર્ડન રાત્રે રેઢા પડઃ પાની લાલધુમ

કોપોરેશનમાં સુરક્ષા વિભાગ દ્વારા સંબધીત એજન્સી ગાર્ડની બેદરકારી ખુલ્લીઃ સંબધીત એજન્સીને નોટીસ

રાજકોટ, તા.૪:  મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોઈન્ટોની સરપ્રાઈઝ ચેકિંગ કરતા પેન્થર સિકયુરિટી એજન્સીના બે સિકયુરિટી ગાર્ડ ફરજ પર ગેરહાજર મળી આવેલ. અને અન્ય બે સિકયુરીટી ગાર્ડ સુતા હોવાનું જોવા મળ્યું હતું. જયારે નેશનલ સિકયુરીટી એજન્સીના ૩ સિકયુરીટીની બેદરકારી ખુલ્લાતા ફટકારવામાં આવી છે.

આ અંગે તંત્રની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ  મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીની સુચના અનુસાર સુરક્ષા વિભાગ દ્વારા તાજેતમાં પ્રદ્યુમન પાર્ક ઝૂ, જિલ્લા ગાર્ડન, ખાતાકીય ઉત્પાદન વિભાગ અને કન્જર્વન્શી સેન્ટ્રલ વર્કશોપ ઢોર ડબ્બા ખાતેના નાઈટ સિકયુરિટી પોઇન્ટનું ચેકીંગ કરવામાં આવેલ હતું. જેમાં સિકયુરીટી ગાર્ડની બેદરકારી બદલ સબંધકર્તા સિકયુરિટી એજન્સી સામે મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાનીએ કડક કાર્યવાહીનો આદેશ કરતા ડીવાય.એસ.પી.  આર.બી. ઝાલાએ પેન્થર સિકયુરીટી એજન્સી અને નેશનલ સિકયુરીટી એજન્સીને દસ – દસ હજારનો દંડ શા માટે વસૂલ ના કરવો એ અંગે ખુલાસો કરવા નોટીસ ફટકારી છે.(૨૨.૧૦)

(4:03 pm IST)