રાજકોટ
News of Monday, 4th June 2018

યુનિવર્સિટી રોડ પરથી ર૦ કીલો પ્લાસ્ટીક જપ્તઃ ર૦ હજારનો દંડ

 રાજકોટઃ ''સ્વચ્છ ભારત મિશન'' અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેર માં સ્વચ્છતા જળવાઇ રહે તે હેતુ થી કોઇ૫ણ ઝાડાઇની પ્લાસ્ટીક કેરી બેગ્ઝ ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, વ૫રાશ ૫ર સંપુર્ણ પ્રતિબંધ ફરમાવેલ છે. જે અન્વયે વેસ્ટ ઝોન ની સોલિડ વેસ્ટ શાખા દ્વારા યુનીવર્સીટી રોડ ૫ર આવેલ કુલ ૬૯ દુકાનો પૈકી મુખ્યત્વે ગાત્રાળ ટી સ્ટોલ, પ્રાઇડ બેકરી, કૈલાશ ફરસાણ, બોસ્ટન કલોથ, કારગીલ ગાંઠીયા, મારૂતી પાન, બચ્ચા પાર્ટી, બર કીડ્સ, ડિલકસ પાન સહીત ૬૯ દુકાનધારકો પાસેથી ૨૦ કીલો પ્લાસ્ટિક કેરી બેગ્ઝ તથા પાન માવા પ્લાસ્ટીક જપ્ત કરી  વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.  આ કામગીરી મ્યુનિ.કમિશ્નર બંછાનીધી પાનીના આદેશ અન્વયે વેસ્ટ ઝોન નાયબ કમિશ્નર ડી.જે.જાડેજા ના માર્ગદર્શન હેઠળ વેસ્ટ ઝોનના  નાયબ ૫ર્યાવરણ ઇજનેર દિગ્વિજયસિંહ તુવર ની દેખરેખ માં આસી. ઇજનેર ભાવેશ ખાંભલા ની હાજરીમાં વેસ્ટ ઝોન સેનેટરી ઇન્સ્પેકટર કેતન લખતરીયા તથા એેસ.એસ.આઇ સંજય ચાવડા, બાલાભાઇ, ઉદયસિંહ તુવરા, વિશાલભાઇ વગેરે દ્વારા કરવામાં આવેલ છે. (૨૩.૧૨)

(3:49 pm IST)