રાજકોટ
News of Monday, 4th June 2018

રાજકોટઃ ધર્મનગરી રાજકોટમાં ચાતુર્માસ અર્થે પ્રવેશ પ્રસંગે પૂ.નમ્રમુનિ મ.સા.એ ફરમાવેલ કે સંતો- સાધ્વીજીઓ હંમેશા શ્રાવક- શ્રાવીકાઓમાં રહેલી સુષુષ્ત શકિતઓને ઢંઢોળવા આવે છે. દરેક આત્મા અનંત શકિત ધારક હોય છે. સારૂ નિમિત્ત મળતા શકિતઓ જાગૃત થતી હોય છે. પૂ.શ્રી સુશાંતમુનિ મ.સા.એ ફરમાવેલ કે રાજકોટમાં વર્ષો બાદ ચાતુર્માસનો લાભ મળેલ છે. ત્યારે અહિં વધુમાં વધુ તપ- જપની સાધના થાય તે ચર્તુવીધ સંઘ માટે સિધ્ધી ગણાશે. શ્રાવક- શ્રાવિકાઓને પૂ.શ્રીઓનો આખા ચાતુમાર્સ દરમિયાન લાભ મળવાનો હોવાથી સમસ્ત જૈન સમાજમાં અનેરો ઉત્સાહ છવાયેલ છે.(તસવીરઃ સંદીપ બગથરીયા)

(3:41 pm IST)