રાજકોટ
News of Wednesday, 16th May 2018

કર્ણાટકના પરિણામે નરેન્દ્રભાઇની લોકપ્રિયતા પૂરવાર કરીઃ દિપક મદલાણી

રાજકોટ, તા.૧૬: કોંગ્રેસના ગઢ ગણાતા વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીતભાઇ શાહની આગેવાની હેઠળની ભાજપની ટીમે જવલંત વિજય હાંસલ કરી દીધો છે. તેમ જણાવી વેસ્ટ ઝોન માર્કેટ પર્સન ગ્રૃપના પ્રમુખ દિપક મદલાણીએ આ જવલંત વિજય મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

દિપક મદલાણી (૯૯૭૮૪ ૦૦૦૨૭) એ જણાવ્યું છે કે, કર્ણાટક વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ત્યારથી કોંગ્રેસના ગઢ ગણાતા કર્ણાટકમાં ગાબડાં પાડવા રાજયનાં ભાજપના અદના કાર્યકરોથી માંડી આગેવાનોએ રાત-દિવસ એક કરી તનતોડ મહેનત કરી હતી. કર્ણાટક રાજયની ચૂંટણી ઉપર તમામ રાજકીય નિરીક્ષકો અને વિશ્લેષકોની હતી. અને કોંગ્રેસને મહાત કરી છે.

કર્ણાટક વિધાનસભાની ૨૨૨ બેઠકોની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રીય પ્રમુખ અમીતભાઇ શાહની આગેવાની હેઠળ ભાજપ રાજયનો સૌથી મોટો પક્ષ બનીને સામે આવ્યો છે. કોંગ્રેસ રહિત ભારત બનાવવાનો સંકલ્પ ચરિતાર્થ કરવા કાર્યકરો અને કર્ણાટકના આગેવાનો ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાનાં નેતાઓની મહેનતે રંગ બતાવ્યો છે તેમ વેસ્ટ ઝોન માર્કેટ પર્સન ગ્રૃપના પ્રમુખ દિપક મદલાણીએ ઉર્મેર્યુ છે.

કર્ણાટકમાં અગાઉ પણ ભાજપ વિજેતા બની હતી. કર્ણાટકની પ્રજાએ આ રેકર્ડ જાળવી રાખ્યો છે, ૧૯૮૮ બાદ કર્ણાટકની પ્રજાએ રાજયની સતાના કોઇપણ પક્ષને બીજીવાર આપી નથી. કર્ણાટકની ચૂંટણીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની લોકપ્રિયતા કેટલી છે તે ફરી એકવાર સાબિત કરી દીધું છે તેમ વેસ્ટ ઝોન માર્કેટ પર્સન ગ્રૃપના પ્રમુખ દિપક મદલાણીએ જણાવ્યું છે. કર્ણાટકમાં વિજય પ્રાપ્ત કરી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રીય પ્રમુખશ્રી અમીતભાઇ શાહે કોંગ્રેસ અને તેના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના આત્મવિશ્વવાસને ફરી હલબલાવી દીધો છે તેમ દિપક મદલાણીએ જણાવીને તે મેળવવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા અમીતભાઇ શાહને અભિનંદન પાઠવ્યા છે.

(4:07 pm IST)