રાજકોટ
News of Wednesday, 16th May 2018

ચેક રિટર્નના જુદા જુદા છ કેસોના આરોપીઓનો નિર્દોષ છુટકારો

અત્રેની શ્રી ધાસુરાએ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ના ૬ કેસોમાં આરોપીઓને નિર્દોષ ઠરાવતો હુકમ કરેલ છે.

આ કેસની હકીકત એ મુજબ છે કે, રાજકોટની જનતા ક્રેડીટ કો.ઓ.બેંક સોસા.લી. તેના સભ્યોશ્રી મંજુલાબેન ભટ્ટ , દિલીપભાઇ પંચોલી , રમેશચંદ્ર ભટ્ટ, પુર્ર્ણીમાબેન ભટ્ટ વિરૂધ્ધ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની જુદી જુદી ૬ ફરીયાદ તેની મંડળીના લોન પેટે કેસ દાખલ કર્યા હતા.જે કેસ બોર્ડ ઉપર આવતા બચાવ પક્ષના વકિલ દ્વારા એવી રજુઆત કરવામાં આવેલ રેકર્ડ ઉપર સાબિત કરેલ કે ફરીયાદી મંડળી દ્વારા લોન પત્રકના આધારે કઇ તારીખે લોનની માંગણી કરવામાં આવેલી તેમજ એકજ કુટુંબના સભ્યોનેે લોનના જામીન તરીકે રખાઇ નહિ. તેમ છતા ફરીયાદીએ તેના કુટુંબના સભ્યોને જ જામીન તરીકે રાખેલ જે મંડળીના કાયદા વિરૂધ્ધ હતું તેમજ ફરીયાદીએ આરોપીને લોન ફોર્મ માં દર્શાવ્યા સરનામે નોટીસ આપેલ ન હતી તેમજ આરોપીઓ ઉપર બીજી કોર્ટમાં કેસ કરેલા.

આ કેસમાં ચેક સીરીયલ નંબર ક્રમ મુજબ હતા માટે ફરીયાદી એ સીકયુરીટી પેટે આપેલ ચેકનો ઉપયોગ કરેલ હતો. તેમજ લોન કઇ તારીખે આપેલ, કયા ચેક મારફત આપેલ તેમજ આરોપીને લોન મળેલ છે કે કેમ તેવા કોઇ પુરાવા ફરીયાદી સાબિત કરી શકેલ ન હતા. તેમજ ફરીયાદી દ્વારા જે બંેક સ્ટેટમેન્ટ રજુ કરવામાં આવેલ તે સ્ટેટમેન્ટમાં લીગલ ખર્ચ, વકીલ ફી, સ્ટેશનરી ખર્ચ, ટ્રાવેલ્સ ખર્ચ, એવોર્ડ ખર્ચ રજુ કરવામાં આવેલ જે કાયદેસરના લેણામાં ન ગણાય તેવું કોર્ટે માન્ય રાખેલ હતુ તેમજ ફરીયાદી એ ઉલટ તપાસમાં કબુલ રાખેલ કે લોન ફોર્મમાં એકાઉન્ટ નંબર નથી. તેમજ લોન ફોર્મમાં ખાતા નંબર દર્શાવેલ નથી તેમજ ફરીયાદી એ કબુલ કરેલ કે લોન અરજી સાથે જે ચેક  આપેલ તેનો દુર ઉપયોગ કરેલ છે.

ઉપરોકત તમામ હકીકતો તથા ત્હોમતદારના વકીલ દ્વારા રજુ રાખેલ જુદી જુદી હાઇકોર્ટના જજમેન્ટ તથા સુપ્રીમ કોર્ટના જજમેન્ટો તથા દલીલ ધ્યાને રાખી નામદારશ્રી ધાસુરા એ ૬ કેસમાં આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ કરેલ છે.

ઉપરોકત કેસમાં રાજકોટના વકીલ શ્રી યોગેશ ઉદાણી, કિશન વાગડીયા અને અશોક જાદવ રોકાયેલા હતા.

(4:05 pm IST)