રાજકોટ
News of Monday, 16th April 2018

ગાંધીગ્રામમાં આઇપીએલનો સટ્ટો રમતાં બે શખ્સ પકડાયા

રાજકોટ તા. ૧૬: આઇપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટ પર સટ્ટો રમતાં વધુ બે શખ્સ પોલીસની ઝપટમાં આવ્યા હતાં.

ગાંધીગ્રામના પી.આઇ. એચ. આર. ભાટુની રાહબરીમાં પી.એસ.આઇ. આર. જે. જાડેજા, હેડકોન્સ. પ્રવિણભાઇ મકવાણા, યુવરાજસિંહ, કુલદીપસિંહ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ગાંધીગ્રામ-૭માં અંબે પાન પાસે ઉભા રહી બે શખ્સો મોબાઇલ ફોન પર કિંગ્સ ઇલેવન પંજાબ તથા ચેન્નઇ સુપરકિંગના મેચ પર સટ્ટો રમતાં હોવાની માહિતી મળતાં દરોડો પાડી જયેશ દિનેશભાઇ આહ્યા (ઉ.૩૬) તથા કિરીટ યશવંતરાય દરજી (રહે. ગુ.હા. બોર્ડ દૂધ સાગર રોડ)ને પકડી લઇ રૂ. ૫૨૦ રોકડા, બે મોબાઇલ ફોન મળી ૧૦૨૫૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. (૧૪.૧૦)

(1:59 pm IST)