રાજકોટ
News of Sunday, 14th January 2018

ન્યુ શકિત સોસાયટીના પ્રજ્ઞાબેનનું અને રૂખડીયાપરામાં જયશ્રીબનેનું બેભાન હાલતમાં મોત

રૈયાધારના જસાભાઇએ પણ બેભાન હાલતમાં દમ તોડ્યો

રાજકોટઃ સંત કબીર રોડ પર ન્યુ શકિત સોસાયટી-૩માં રહેતાં પ્રજ્ઞાબેન કિશોરભાઇ પડીયા (ઉ.૫૩) નામના મહિલાને શનિવારે રાત્રે છાતીમાં ગભરામણ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. થોરાળાના એએસઆઇ જે. કે. જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં રૂખડીયા પરા ફાટક પાસે રહેતાં જયશ્રીબેન રાજુભાઇ નાકીયા (ઉ.૨૦) ઘરે બિમારી સબબ બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

ત્રીજા બનાવમાં રૈયાધાર સ્લમ કવાર્ટર જશોદાનગરમાં રહેતાં જસાભાઇ ખેંગારભાઇ ડોન્ડા (ઉ.૪૨)ને છાતીમાં દુઃખાો ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિતજ્યું હતું.

(10:31 am IST)