રાજકોટ
News of Saturday, 13th January 2018

મકરસંક્રાંતિ તહેવારની શુભેચ્છા પાઠવતા મેયર

વહેલી સવારે તથા સાંજે પતંગ ચગાવવી નહિ જેથી પક્ષીઓ ઘાયલ ન થાયઃ ડો. જૈમનભાઇની અપીલ

રાજકોટ તા. ૧૩ : મકરસંક્રાંતિના તહેવાર પ્રસંગે શહેરીજનોને શુભેચ્છા પાઠવતા મેયર ડો. જૈમન ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, ખુબ આનંદ ઉલ્લાસ સાથે તહેવાર માણવો સાથે સાથે બાળકોનું ખાસ ધ્યાન રાખવું અને કોઈ અકસ્માત શોટ, સર્કિટના બનાવો ન બંને તેની ખાસ કાળજી લેવી. ઉપરાંત રસ્તા પર આવકજાવન કરતા વાહનો ધીમા અને દોરી ગળામાં ન આવે તે માટે કાળજી પૂર્વક ચલાવવા.આ અંગે ડો. જૈમનભાઇ જણાવ્યું હતું કે, ઉપરાંત પતંગના કારણે નિર્દોષ પક્ષીઓ ખુબ જ ઘાયલ થતા હોય છે તેની પણ પતંગબાજોએ ધ્યાન રાખવું ખાસ કરીને વહેલી સવારે પક્ષીઓ ગગનમાં વિહાર કરતાં હોય છે તથા સાંજના સમયે પક્ષીઓ પોતાના રહેણાંક માળામાં જતા હોય છે એ સમયે પતંગ ચગાવવાથી સંધ્યા ટાણું હોવાના કારણે પક્ષીઓ ઘાયલ થવાનું વધુ બંને જેથી પતંગવીરોએ સંધ્યા સમયે પતંગો નહિ ચગાવવા અપીલ કરેલ છે.(૨૧.૨૪)

(4:21 pm IST)