રાજકોટ
News of Saturday, 13th January 2018

૫દ્માવત ફિલ્મ પર પ્રતિબંધ યથાવત રાખી મુખ્યમંત્રીએ સંસ્કૃતિની રક્ષા કરી

ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા વિજયભાઇ રૂપાણીના નિર્ણયને આવકાર

રાજકોટ તા.૧૩ :  તાજેતર મા સંજયલીલા ભણસાલી દવારા માં પદ્માવતી ની ફિલ્મ માં ઐતિહાસિક તથ્યો સાથે ચેડાં કરી એક વિકૃત ફિલ્મ બનાવેલ જેના લીધે છેલ્લા બે વર્ષ થી સમગ્ર હિન્દુ સમાજ તેમજ ખાસ રાજપૂત સમાજ ધ્વારા પુરા ભારત માં જબરજસ્ત આક્રોશ સાથે આંદોલનો રેલી ઓ દવારા વિરોધ પ્રદર્શન કરેલ તેમ છતાં સેન્સર  બોર્ડે  નામ બદલી તા.૨૫ જાન્યુ. ૨૦૧૮ ના ફિલ્મ પ્રદર્શન કરવાની મંજૂરી આપેલ તેના વિરૂધ્ધ મા તા.૦૯ જાન્યુ ૧૮ ના રોજ અખિલ ગુજરાત રાજપૂત યુવા  સંદ્ય ના એમ.ડી. ર્ડો.જયેંદ્રસિંહજી જાડેજા ની આગેવાની માં. માં.મહેન્દ્રસિંહજી સરવૈયા. ચેરમેન શ્રી ગુ.હા.બોર્ડ. કિશોરસિંહજી રાણા. પાવર ટેક ગ્રુપ. રૂદ્રદતસિંહજી વાદ્યેલા. અજિતસિંહજી રાજપૂત વિ. ટીમ મા. વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી શ્રી ને રૂબરૂ મળી ગુજરાત રાજય મા આ ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકવા આવેદન પત્ર આપેલ ત્યારે મુખ્યમંત્રીશ્રીએ વચન આપેલ કે પદ્માવત ફિલ્મ પાર ગુજરાતસરકાર પ્રતિબંધ મૂકી દેશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ફકત ત્રણ દિવસમાં જ ફિલ્મ પર આખા રાજય મા પ્રતિબંધ ની જાહેરાત કરી ખરેખર હિન્દુ સંસ્કૃતી ની રક્ષા માટે બહુ મોટું કામ કરેલ છે તે બદલ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંદ્ય તથા સમગ્ર હિન્દુ સમાજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો આભાર સાથે ઋણ સ્વીકારે છે અને અભિબંદન સાથે આભાર વ્યકત કરે છે  આવનાર સમય મા જયારે પણ હિન્દુ ધર્મ તથા સંસ્કૃતી ઉપર આવા નરાધમો આવા પ્રકાર ના કોઈ પિકચર બનાવવા ની હિમત ના કરે. વિશુભા ઝાલા અધ્યક્ષ શ્રી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંદ્યની યાદીમાં જણાવાયુ છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજપૂત યુવા સંઘ આ મામલે તોડફોડ કે, રોષભેર મહાદેવના પટાંગણમાં ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપુર્ણ અચોક્કસ મુદત સુધી ઉપવાસની પણ ચીમકી આપી હતી. આ વચ્ચે 'બેન' યથાવત રહેતા ગુજરાત સરકારને બિરદાવી રહ્યા છે.(૩-૧૫)

(4:15 pm IST)