રાજકોટ
News of Wednesday, 18th September 2019

રાજકોટની ઉભરતી ગીતકાર જોડી 'આસ્તિક-માહી'

ગીતા રબારીના અવાજમાં ગવાયેલ 'હર હર મહાદેવ' ગીત યુ ટયુબ ઉપર ધુમ મચાવી રહયું છેઃ નામાંકીત ગાયકો માટે ગીતો લખ્યાઃ વરઘોડા સ્પેશ્યલ ગીત ટુંક સમયમાં રિલીઝ થશે

રાજકોટઃ તા.૧૮, મુકેશ માહી અને અનિલ વાઘેલા બન્ને આસ્તિક - માહી ની જોડી તરીકે ગુજરાતી ફિલ્મો અને આલ્બમોમાં ગીતકાર અને સ્વરકાર તરીકે સૌરાષ્ટ્રની સૌપ્રથમ ગીતકાર જોડી છે અને ગીતા રબારી સાથે - હર હર મહાદેવ અને ગીતા રબારીની રમઝટ - ર, યોગીતા પટેલ સાથે- શ્યામ કોને મળે છે? અને ઁ નમઃ શિવાય, પૂજાબા ચૌહાણ સાથે '' એક રે ગોવાળિયો '' એ સિવાય રાધા રિસાણી, ગણપતિ બાપ્પા મોરયા, જેવા અનેક સુપરહિટ ગીતો આ જોડીએ આપ્યા છે. આ બધા ગીતોની રચના અને કમ્પોઝિશન આ જોડીએ કરેલ છે.   એમના લખેલા ગીતમાં ગીતા રબારીના અવાજમાં ગવાયેલ '' હર હર મહાદેવ '' ગીત હાલ યુટ્યુબ પર ધમાલ   મચાવી રહ્યું છે, જે માત્ર ૪૦ દિવસમાં ૧૧ મિલિયન વયુઝ પાર કરી ચૂકયું છે જે આ જોડીએ એક અનોખી સિધ્ધી હાંસલ કરી છે.

આસ્તિક - માહી ની આ જોડીએ એકજ દિવસમાં બે રેકોર્ડિંગ એક સાથે કર્યા છે જેમાં અમદાવાદમાં ગીતાબેન રબારી સાથે  ''ગીતા રબારીની રમઝટ ર'' ના રેકોર્ડિંગ સમયે આસ્તિક હાલારી અને રાજકોટના જાણીતા સંગીતકાર મનોજ - વિમલ સાથે મુકેશ માહી એ હાજર રહી પોતાની કાર્યક્ષમતા નો પરિચય આપ્યો હતો.

આ જોડીએ '' હેમંત ચૌહાણ, ગીતા રબારી, રાકેશ બારોટ, ઐશ્વર્યા મજમુદાર, યોગીતા પટેલ '' જેવા અનેક મોટા    કલાકારો સાથે કામ કરી સંગીત ક્ષેત્રે ધૂમ મચાવી રહ્યા છે. એમના આવનારા ગીતોમાં શ્રી હેમંત ચૌહાણના અવાજમાં માતાજીનો ગરબો અને એશ્વર્યા મજમુદારના અવાજ માં વરદ્યોડા સ્પેશ્યલ  ડીજે સોન્ગ ટૂંક સમયમાં રિલીઝ થવાના છે.

આ  ઉપરાંત જાણીતા સંગીતકારો જેવાકે  પંકજ ભટ્ટ, ધવલ કાપડિયા, મયુર નાડીયા, રવિ - રાહુલ, રણજીત નાડીયા સાથે કામ કરી ચુકયા છે.   ડીવી ડીજીટલ  સરસ્વતી સ્ટુડિયો જૂનાગઢ, શ્રી રામ ઓડિયો ટેલિફિલ્મ્સ રાજકોટ અને નાગલધામ ગ્રુપ અમદાવાદ, જેવી અનેક એન્ટરટેઇનમેન્ટ કંપનીઓ સાથે કામ કર્યું છે. મુકેશ પ્રાગજીભાઈ મકવાણા ( મુકેશ માહી ) જે માહીના ઉપનામથી ગીતો અને ગઝલો લખે છે. એમનું મૂળ વતન વઢવાણ જી. સુરેન્દ્રનગર છે. અને તેઓ હાલ કાળીપાટ રાજકોટ માં સ્થાયી છે. અનિલ જેન્તીભાઈ વાધેલા જેઓ ''આસ્તિક'' ઉપનામથી ગીતો અને ગઝલો લખે છે. એમનું મૂળ વતન હાલરમાં  હોવાથી તેઓ આસ્તિક હાલારી ના ઉપનામથી ગુજરાત ભરમાં જાણીતા છે. એમનું મૂળ વતન પડધરી તાલુકાનું સાલપીપળીયા ગામ છે. તેઓ હાલ રાજકોટ માં જ રહે છે.  

તસ્વીરમાં ગીતકારની  જોડી આસ્તીક  (૯૪૦૮૦  ૦૪૫૪૫),  અને માહી  (૯૮૨૫૭ ૫૧૯૯૭) સાથે કિશોરસિંહ જેઠવા તથા જગદીશભાઇ સોલંકી નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:01 pm IST)