રાજકોટ
News of Friday, 20th November 2020

NCC ના એડી. ડીજી રોય જોસેફ રાજકોટમાં

DH કોલેજ કેમ્પસ ખાતે બપોરે ર વાગ્યાથી કાર્યક્રમઃ કેડેટોનું સન્માન પ્રમાણપત્ર અપાશે

રાજકોટ તા. ર૦: એનસીસીના ગુજરાત અને દાદરાનગર હવેલીના એડી. ડીજી શ્રી રોય જોસેફ આજે બપોરે ૧ થી ૧II વાગ્યાની આસપાસ રાજકોટ આવી રહ્યા હોય તેમના સ્વાગત અંગે ડીએચ કોલેજ કેમ્પસ ખાતે તૈયારીઓ શરૂ થઇ છે.

 

શ્રી જોસેફની ઉપસ્થિતિમાં બપોરે ર વાગ્યાથી ડીએચ કોલેજ કેમ્પસ ખાતે બનાવાયેલ એક યુનિટનું ઉદ્દઘાટન ઉપરાંત કોરોના દરમિયાન માસ્ક અને અન્ય વસ્તુઓ બનાવનાર તથા લોકોમાં જાગૃતિ અંગે કામ કરનાર એનસીસી કેડેટોનું સન્માન અને પ્રમાણપત્રના કાર્યક્રમો યોજાયા છે. તમામ કાર્યક્રમ અંગે સુબેદાર શ્રી અમીન અને તેમની ટીમ કાર્યવાહી કરી રહી છે.

(11:04 am IST)