રાજકોટ
News of Wednesday, 20th November 2019

૧લી ડિસેમ્બરે એઈડસ દિનઃ વિશાળ રેડ રીબીન બનાવાશે

ફિલ્મસ્ટાર મેહુલ બૂચની હાજરીમાં રેલી- સેમીનાર સહિતના જનજાગૃતિના કાર્યક્રમો

રાજકોટઃ ૧ લિ ડિસે. વિશ્વ એઈડ્સ દિવસ ઉજવણીનાં ભાગરૂપે છેલ્લા ૩૩ વર્ષથી કાર્યરત એડ્ઈસ પ્રિવેન્સન કલબ દ્વારા રેડ રિબન- રેલી સેમીનાર, કેન્ડલલાઈટ રેડ રિબન જેવા આયોજન યોજાયો છે. આ વખતે ટીવી, સિરીયલ, નાટક, ફિલ્મ કલાકાર મેહુલ બુચ પણ બે કાર્યક્રમમાં જોડાશે.

સંસ્થાનાં ચેરમેન અરૂણ દવેએ જણાવેલ છે કે એઈડ્સ દિવસનાં પૂર્વ દિવસોથી જ જનજાગૃતિ કાર્યક્રમો શરૂ થઈ જશે. જેમાં ૨૯મીએ વિરાણી સ્કૂલમાં રેડ રિબનને તા.૩૦મીએ કે.કે.વી.ચોકથી કોટેચા ચોક વિદ્યાર્થી છાત્રોની તથા કોટેચા ચોકથી અંડરબ્રીજ સુધી વિદ્યાર્થી છાત્રોની વિશાળ રેલી યોજાશે. ૧લી ડિસે. સ્વામિનારાયણ મંદિર ચોકમાંથી લાલ ફુગ્ગા, રેડ રિબન હવામાં તરતી મુકાશે. ૧૦૦ યુવાનોની કેન્ડલ લાઈટ માર્ચ અને  વિવિધ શાળામાં રેડ રિબન- સેમીનાર યોજાશે.

રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત આરોગ્ય શાખા, જીલ્લા શિક્ષણાધિકારી કચેરી, ન.પ્રા.શિક્ષણ સમિતિનો સહયોગ સાથે જી.ટી.શેઠ સ્કુલ, કોટેચા ગ્લર્સ સ્કુલ, ક્રિષ્ના સ્કુલ, વિરાણી સ્કુલ, પંચશીલ સ્કુલ વિગેરે શાળા જોડાશે.

તા.૨ ડિસે.ના રોજ જી.ટી.શેઠ કે.કે.વી ચોકમાં રેડ રિબન સાથે શહેર જીલ્લાની ૧૧૦૦થી વધુ શાળામાં રેડ રિબન છાત્રો નિર્માણ કરશે. જેમાં ત્રણ લાખથી વધુ વિદ્યાર્થી જોડાશે. ૧ લી.ડિસેમ્બરે રાજકોટના તમામ નગરજનો ''રેડ રિબન'' પીનઅપ કરીને રાજકોટને રેડ રિબન નગર બનાવે તેવો અનુરોધ કરાયો છે. પ્રોજેકેટમાં કન્વીનર વિશાલ કમાણી સાથે ૧૦૦ થી વધુ યુવાનો આયોજન સંભાળી રહ્યા છે. હેલ્પલાઈન ૯૮૨૫૦ ૭૮૦૦૦ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(4:20 pm IST)