રાજકોટ
News of Wednesday, 20th November 2019

નવજીવન ક્રેડિટ સોસાયટીનું ઉઠમણુ઼ રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબ્યા

ગુજરાત, રાજસ્થાનમાં અનેક બ્રાન્ચઃ સંચાલકો ફરારઃ ઇસનપુરની બ્રાન્ચ સામે રૂ.૧.ર૦ કરોડની છેતરપિંડીની ફરીયાદ

અમદાવાદ તા. ર૦ : બેન્ક કરતા ઉંચુ વ્યાજ આપવાની લોભામણી લાલચ આપીને અલગ અલગ યોજનાઓ પર કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર રાજસ્થાનના બાડમેરની નવજીન ક્રેડિટ કો ઓરેટીવ સોસાયટીના સંચાલકો વિરૂદ્ધમાં ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થઇ છે. ઇસનપુરમાં ર૦૦ થી રપ૦ લોકો ને રિકરીંગ ડિપોઝીટ, બીટિયા ભવિષ્યનિધિ જેવી યોજના સમજાવીને ૧.ર૦ કરોડ રૂપિયા પડાવી લીધા હતા ગુજરાત અને રાજસ્થાનમાં કુલ ૩પ૦ બ્રાંચ બંધ થઇ જતા સમગ્ર કૌભાડનો આંકડો ૩૦૦ કરોડને પાર થાય તેવી શકયતા છ.ે

રામોલ વિસ્તારમાં સોહમ સાનિધ્ય ફલેટ રહેતા રોનક પટેલે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં રાજસ્થાનની નવજીન ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટીના સંચાલકો વિરૂદ્ધમાં છેતરપીંડીની ફરીયાદ કરી છે રોનક પટેલ વર્ષે ર૦૧પ થી નવજીન ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટીમાં માર્કેટીંગ મેનેજર તરીકે નોકરી કરતા હતા ઇસનપુર અને તેના આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને શેર કેપિટલ ડિપોઝીટ, રિકરીંગ ડીપોઝીટ, (ેફિસક ડિપોઝીટ, ડેઇલી ડિપોઝીટ, નવજીવન સિલ્વર કાર્ડ, નવલક્ષ્મી બોર્ડ તથા બીટીયા ભવિષ્યનીધી યોજના જેવી અલગ અલગ યોજનાઓ સમાજાવીને બેન્ક કરતા ઉંચુ વ્યાજ અને પાકતી રકમ આપવાનું કહીને નવજીન ક્રેડીટ, કો. ઓપરેટીવ સોસાયટીમાં રૂપિયા ભરવા માટે રોનક પટેલ સમજાવતા હતા વર્ષ ર૦૧પ થી ર૦૧૯ સુધી નવજીવન ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટીની ઇસનપુર બ્રાન્ચમાં ર૦૦ થી રપ૦ લોકોએ ૧.ર૦ કરોડ રૂપિયા ભર્યા હતા. નવજીવન ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટીની રાજસ્થાન અને ગુજરાતમાં ૩પ૦ બ્રાન્ચ છે. જેની મેઇન ઓફીસ બાડમેરમાં આવેલી છે. જુલાઇ મહિનામં નવજીવન ક્રેડિટ સોસાયટીનૂં મુખ્ય સર્વર બંધ થઇ જતા તમામ વ્યવહારો અટવાઇ ગયા. હતા અને તમામ કર્મચારીઓના પગાર પણ રોકાઇ  ગયા હતા. જેથી રોનક પટેલે હેડ ઓફીસમાં ફોન કર્યો હતો. જેથી થોડાક દિવસોમાં સર્વર શરૂ થઇ જશે તેવી બાંયધરી આપી હતી. સર્વર શરૂ નહીં થતા તેમણે ફરીથી હેડ ઓફીસમાં ફોન કર્યો હતો જે કે કોઇએ ફોન નહી ઉપાડતા તેમણે ગુજરાતના જનરલ મેનેજરનો સંપર્ક કર્યો હતો. ગુજરાતના મેનેજર ચંદ્રભુષણ વ્યાસે બાડમેર જઇને તપાસ કરી તો જાણવા મળ્યં હતું કે નવજીવન ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટીનું ઉઠમણું થઇ ગયું છ.ે

રોનેકે તપાસ કરી તો જાણવા મળ્યું કે સોસાયટીએ કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવતા સીઆઇડીમાં ફરીયાદ થઇ છે રોનક પટેલે નવજીવન સોસાયટીના એમ.ડી. ગીરધરસિંગ સોઢા, મુખ્ય સલાહકાર સંતોષ જોષી ચીફ જનરલ મેનેજર જોગેન્દરસિંગ રાઠોડ, દિનેશ શર્મ સિનીયર જનરલ મેનેજર, પરષોતમ જાંગડ અને પવન જોષી વિરૂદ્ધમા ફરીયાદ કરી છે પોલીસે આ મામલે ૧.ર૦ કરોડ રૂપિયાની ચીટીંગનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છ.ેપોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર માત્ર ઇસનપુરની બ્રાંચમાં ૧.ર૦ કરોડની ચીટીંગની ફરીયાદ થઇ છે ત્યારે રાજસ્થાન અને ગુજરાતમાં આ આંકડો ૩૦૦ કરોડ રૂપિયાને પાર કરે તેવી શકયત છ.ે

(4:19 pm IST)