રાજકોટ
News of Wednesday, 20th November 2019

પીઝા પાર્લરોમાંથી સોસ-ચીઝ-પાસ્તાના નમૂના લેવાયા

પીઝા સ્ટુડીયો- પીઝાહટ - ફુડહોલિકમાં કોર્પોરેશનના ફુડ ઈન્સપેકટરનું ચેકીંગઃ પીઝા કન્ટ્રી - વેરોનાઈટાલિકા- કોફી-કાફે-ડેનાં રસોડામાંથી 'નો-એન્ટ્રી'નાં બોર્ડ દુર કરાયા

રાજકોટ તા.૨૦: મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફુડ ઈન્સપેકટર ટીમે શહેરના પીઝા પાર્લરોમાં ચેકીંગ હાથ ધરી અને સોસ, ચીઝ અને પાસ્તાના નમૂનાઓ લઇ રાજ્ય સરકારની ફુડ લેબોરેટરીમાં ચેકીંગ માટે મોકલી આપ્યા હતા. જ્યારે ત્રણ રેસ્ટોરન્ટોના રસોડામાં લાગેલા  'નો - એન્ટ્રી' ના બોર્ડ દુર કરાવી રાજ્ય સરકારના નિયમોનુ પાલન કરવા સુચનાઓ આપી હતી.

આ અંગે આરોગ્ય અધિકારોની યાદીમાં જણાવાયા મુજબ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા જાહેર જન આરોગ્ય હિતાર્થે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે પીઝા પાર્લરોમાંથી ચીઝ, પાસ્તા અને સોસના નમુનાઓ લેવાયા હતા.  જેમાં પેનસોસ (લૂઝ) - પીઝા હટ, કાલાવાડ રોડ, ચીઝ બ્લેન્ડ (લૂઝ) - ફૂડહોલિક, ટાગોર રોડ, પીઝા પાસ્તા સોસ (લૂઝ)- ફુડ હોલીક ટાગોર રોડ, મોઝરેલા ચીઝ (લૂઝ) - પીઝા હટ કાલાવડ રોડ , પીઝા પાસ્તા સોસ (લૂઝ)- પીઝા સ્ટુડીઓ કાલાવાડ રોડ વિગેરે સ્થળેથી ઉપરોકત નમૂનાઓ રીપોર્ટ આવ્યે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે કામગીરી કરવામાં આવશે.

'નો - એન્ટ્રી ' બોર્ડ દુર કરાવાયા

જ્યારે રાજ્ય સરકારની સુચના અન્વયે યુનિવર્સિટી રોડ પર આવેલ પીઝા કન્ટ્રી, રેસકોર્ષ રીંગ રોડ પર આવેલ વેરોમાં ઈટાલીક, રેસકોર્ષ રીંગરોડ પરના કોફી-કાફે-ડે એમ  ત્રણ રેસ્ટોરન્ટોના રસોડામાં લાગેલા નો-એન્ટ્રીના બોર્ડ દુર કરાવ્યા હતા.

આ ઉપરાંત યુનિવર્સિટીઓ રોડ પર આવેલ ટેસ્ટ ઓફ મદ્રાસના રસોડામાં ત્યા રેસકોર્ષ રીંગરોડ પરના પીઝા કન્ટ્રી ને ત્યા રસોડામાં પાદર્શક કાચ લગાવવા સુચનાઓ અપાઇ હતી.

(3:52 pm IST)