રાજકોટ
News of Wednesday, 20th November 2019

આવાસ યોજનામાં મકાનનો કબજો મેળવવા લાભાર્થીઓ ઉમટ્યા

રાજકોટ : મવડીના સ્પીડવો પાર્ટી પ્લોટ પાસે મ્યુ.કોર્પોરેશને બનાવેલ રામ-લક્ષ્મણ આવાસ યોજનાના લાભાર્થીઓને મકાન ફાળવણી તે મળતા લાગ્યા છે ત્યારે પોતાના મકાનનો કબ્જે મેળવવા લાભાર્થીઓ સેન્ટલ ઝોન કચેરીએ ઉમટયા છે. તે વખતની તસ્વીર નોંધતિય છે કે મહાનગરપાલિકા દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે બનાવવામાં આવેલ સ્માર્ટ દ્યર – ૧,૨,૩ અન્વયે કુલ ૨૧૭૬ આવાસો બનાવવામાં આવેલ છે. આ આવાસ ફાળવણીનો જાહેર કોમ્પ્યુટરાઈઝડ ડ્રો માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવેલ હતો. ડ્રો માં પાત્રતા થયેલ લાભાર્થીઓને તારીખઃ૧૬-૧૧-૨૦૧૯ ને શનિવાર થી મોબાઈલમાં મેસેજ કરી રૂબરૂ બોલાવવામાં આવેલ છે, તેઓને પ્રથમ હપ્તો ભરવા જણાવી આવાસ ફાળવવાનું શરુ કરવામાં આવેલ છે. અત્યાર સુધીમા કુલ ૧૫૬૦ લાભાર્થીઓને મેસેજ કરવામાં આવેલ છે, અને ક્રમશઃ આવાસ ફાળવણી પત્ર સુપરત કરવામાં આવી રહ્યા છે. સ્માર્ટ દ્યર-૧ અને સ્માર્ટ દ્યર-૩ ના તમામ લાભાર્થીઓને મેસેજ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને જેમ જેમ અરજદારી આવતા જશે તેમ તેમ એલોટમેન્ટની કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે. લાભાર્થીઓને આવાસ ફાળવણીમાં સરળતા રહે તે માટે પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને મોબાઈલ ફોનમાં મેસેજ કરી રૂબરૂ બોલાવવામાં આવે છે. જે લાભાર્થીઓને આ મેસેજ પ્રાપ્ત થાય તેઓએ કચેરીના કામકાજના સમય દરમ્યાન આવાસ યોજના વિભાગ, બીજો માળ, રૂમ નં.૨, સેન્ટ્રલ ઝોન કચરી, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ ખાતે સંપર્ક કરવા અપીલ કરાઇ છે.

(3:47 pm IST)